અબતક, નવીદિલ્હી
.ભારત 26 ડિસેમ્બરથી આફ્રિકા પ્રવાસ પર જય રહ્યું છે જ્યાં ભારતીય ટીમ ત્રણ ટેસ્ટ મેચ ની સાથે ત્રણ વન-ડે મેચ રમશે જેમાંથી પ્રથમ ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે આ ટેસ્ટ સીરીઝમાં સાઉથ આફ્રિકા અને ખેલાડીઓને તક આપવામાં આવશે. એટલુંજ નહિ ભારત અને આફ્રિકા બંને માટે આ ટેસ્ટ સીરીઝ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. સાઉથ આફ્રિકા તરફથી જે ટીમ ભારત સામે રમશે તેમાં ઘણા નવોદય ખેલાડીઓ આઇપીએલમાં રમી ચૂક્યા છે અને ઉત્કૃષ્ટ પ્રદર્શન પણ કર્યું છે. સામેની ટેસ્ટ મેચ માટે આફ્રિકાએ 21 ખેલાડીઓની સૂચિ જાહેર કરી છે.
ભારત સામે રમવામાં આવનારી બે ટેસ્ટ મેચમાં આફ્રિકાની ટીમ નવોદિત ખેલાડીઓને તક આપશે
સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડનું માનવું છે કે જે ટીમ ભારત સામે નક્કી કરવામાં આવી છે તે ટીમમાં ટેલેન્ટ ભરપૂર છે અને ભારત સામે પૂરતી ચક્કર પણ આપશે હાલનો સમય સાઉથ આફ્રિકાની ટીમ માટે ખૂબ મહત્વનો સાબિત થઇ રહ્યો છે જેમાં નવા ખેલાડીઓને તક આપી એક અલગ પ્રકારની ટીમ બનાવવા તરફ ક્રિકેટ બોર્ડ નું સ્વપ્ન છે. સામે ભારતીય ટીમ પણ શું આફ્રિકા સિરીઝમાં નવોદિત ખેલાડીઓને તક આપશે કે કેમ તે આવનારો સમય જણાવશે પરંતુ હાલના તબક્કે એ વાત સ્પષ્ટ છે કે બંને ટીમો માટેની આ ટેસ્ટ સીરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આફ્રિકા ટૂરમાં ભારત ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે રમશે. કોઈ દિગ્ગજ ખેલાડીઓ નહીં પરંતુ નવોદિત અને આઈપીએલમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે સામે ડિન એલગરની વાપસી સાઉથ આફ્રિકા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
સાઉથ આફ્રિકા ટીમ દ્વારા જે યાદી બહાર પાડવામાં આવી છે તેમાં સુકાની તરીકે એલગર, ઉપસુકાની તરીકે ટેમ્બા બાઉમા, ડી કોક, કગીસો રબાડા, હેન્રીકસ, જોર્જ લિંડે, કેશવ મહારાજ, લૂંગી એનગીડી, માર્કરામ, નોરકિયા, પેટરસન, વેન ડર ડૂસન, કાઈલ વેરીન, મારકો જેન્શન, સ્ટરમન, સુબ્રયેન, સિસંડા માગલા, રીકેલટન અને ઓલિવિયરને સ્થાન આપવામાં આવ્યું છે.