જે વિધ્યાર્થી પરિક્ષા ફોર્મ ભરવાનુ ભુલી ગયા હોય તેમજ કોઈ કારણોસર પરીક્ષાનું ફોર્મ ભરવા સમયસરનાં પહોંચી શક્યા હોય આ સુવિધાનો લાભ વિદ્યાર્થીઓ GTU દ્વારા બનાવાયેલા નવા પોર્ટલની મદદથી લઈ શકશે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનીવર્સીટીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ રાજ્યના કોઈ પણ ખૂણામાંથી પરિક્ષાના આગલા દિવસે પણ પરીક્ષા ફોર્મ ભરીને પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે આ પ્રકારની સુવિધા વિદ્યાર્થીઓને આપનાર GTU દેશની પ્રથમ યુનીવર્સીટી બની છે. તમામ યુનિવર્સિટીઓમાં પરિક્ષાના 15 દિવસ કે એક મહિના પહેલા જ પરિક્ષા ફોર્મ ભરાવી દેવામાં આવે છે ત્યારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનીવર્સીટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ પરિક્ષાના આગલા દિવસ સુધી નક્કી કરેલી દંડની રકમ સાથે ફોર્મ ભરી શકાશે.
આગલા દિવસે પણ પરીક્ષા ફોર્મ ભરીને પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા GTU દ્વારા ઉભી કરાઈ
Previous Articleજસદણ-વિંછીયા પંથકમાં કાલથી શિવાલયો ધમધમી ઉઠશે
Next Article ગાંધીના ગુજરાતમાં નોનઆલ્કોહોલના નામે આલ્કોહોલ ઝડપાયો