ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ એક મોટો સંયોગ બન્યો છે. સૌથી મોટા વર્ચસ્વ ધરાવનારા પાટીદાર સમાજના આગેવાનો આજે ખોડલધામ-કાગવડ ખાતે એક મંચ પર એકઠા થયા છે. આ બેઠક બાદ ગુજરાતની રાજનીતિમાં ફેરફાર તેમજ ઉથલપાથલની મોટી ચર્ચાઓ પણ થઈ રહી છે. આ બેઠક બાદ નરેશ પટેલે એક નિવેદનમાં એવું કહ્યું છે કે, આગામી મુખ્યમંત્રી તો પાટીદાર સમાજના જ હોવા જોઈએ.

વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આવ્યો છે. પાટીદાર આગેવાનોની બેેેઠક બાદ સામાજીક ધાર્મિક સંસ્થાઓના આગેવાનો એક મંચ પર આવતા ગુજરાતની રાજનીતિમાં મોટો સંયોગ પેદા થયો છે.

પાટીદારોએ ખાંડાં ખખડાવ્યાં

15મી જુને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તથા ભાજપના પ્રભારી વચ્ચે બેઠક પહેલાં જ પાટીદાર આગેવાનોની બેઠક પર ગુજરાતની નજર

IMG 20210612 WA0040 આજરોજ ચાલી રહેલી આ બેેેઠકમાં લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનો હાજર રહયા છે. પાટીદાર સમાજની 6 મુખ્ય સંસ્થાના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા છે ત્યારે સમાજના વિવિધ પ્રશ્નો કે જેની સરકાર લેવલે રજુઆત કરવાની હોય તેની ચર્ચાઓ માટે તેમજ કોવિડ મહામારીમાં ભાંગી પડેલા વેપાર ઉદ્યોગો વિશે વિશેષ ચર્ચા થનાર છે. ખોડલધામ કાગવડ ખાતે સવારે 10 કલાકે શરૂૂ થયેલ આ બેઠકમાં નરેશભાઈ પટેલ ખોડલધામ રાજકોટ, મૌલેશભાઈ પટેલ સિદસર ઉમિયાધામ, મથુર સવાણી સુરત, લવજી બાદશાહ સુરત , જયરામ પટેલ સીદસર મંદિર, દિલીપભાઈ ઊંઝા મંદિર, વાસુદેવ પટેલ સોલા ઉમિયા કેમ્પસ, રમેશ દૂધવાળા સોલા ઉમિયા કેમ્પસ , આર.પી.પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ગગજી સુતરીયા સરદારધામ, દિનેશ કુંભાણી ખોડલધામ ટ્રસ્ટી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.

નરેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજે કાગવડ ખાતે ખોડલધામ મંદિર ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે મહત્ત્વની બેઠક શરૂ થઈ ચૂકી છે. દરમિયાન બેઠકમાં ભાગ લેતાં પહેલાં ખોડલધામ ટ્રસ્ટના ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે કેશુભાઈ પટેલ બાદ પાટીદાર સમાજને અત્યાર સુધી યોગ્ય નેતૃત્વ મળ્યું જ નથી. બીજી બાજુ આમ આદમી પાર્ટી વિશે જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રીજું પરિબળ જ્યારે ફાવ્યું નથી પરંતુ જે રીતે પાર્ટી કામ કરી રહી છે તેને જોતાં તેનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ લાગી રહ્યું છે. નરેશભાઈએ  પત્રકારોને જણાવ્યું હતું કે આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોઈ તેવી સમાજની ઈચ્છા છે. નરેશભાઈ પટેલના આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે.ખોડલધામમાં મળેલી આ બેઠક રાજકીય અને સામાજિક બન્ને દૃષ્ટિએ મહત્ત્વની હોવાથી તેમાં શું ચર્ચા થાય છે તેના ઉપર સમગ્ર સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓની નજર મંડાયેલી છે.

IMG 20210612 WA0029

સમસ્ત પાટીદારોની આજની મિટિંગ ધંધા-રોજગાર સાથે રાજકીય દિશા અને દશા નક્કી કરશે

કડવા-પાટીદાર અને લેઉવા પાટીદારના આગેવાનોએ દર્શન કરીને મીટીંગનું આયોજન કરેલ છે. માં ખોડલ અને મહાદેવજીનો આભાર માની અને વિનંતી કરીએ કે આ મહામારીમાંથી આપણને જલ્દી બહાર કાઢે થોડા મહિના પહેલા અને ઉંઝામાં ઉમીયાના દર્શનાર્થે ગયા હતા ત્યારે કડવા પાટીદાર સમાજના આગેવાનોને અમે આમંત્રણ આપ્યું હતુ. પછી કોવીડ આવી ગયો એટલે આજરોજ મીટીંગનું આયોજન કરેલ છે. સમાજના પ્રશ્ર્નો, સમાજનો વિકાસ અને હાલની જે પરિસ્થિતિ છે. તેનું ડિસ્કસન કરીશું

આજની મીટીંગમાં રાજકીય, સામાજીક અને શૈક્ષણીક ચર્ચા ચાલી રહી છે. સામજને જયાં જયાં અન્યાય થયો તેની પણ ચર્ચા કરવામાં આવશે. જે પક્ષની અંદર અમારા પાટીદાર ભાઈઓ બહેનો છે. તેમને મહત્વનું સ્થાન મળે તે બાબતે પણ ચર્ચા થશે. સેકન્ડવેવમાં એડમીસ્ટ્રેટીવ ફેલ થયું છે. બધા જ સમાજે તેની નોંધ લીધી છે. ઐતિહાસીક રીતે ગુજરતામાં ત્રીજો પક્ષ કયારેય ચાલ્યો નથી. તો દિલ્હીમાં જે રીતે આમ આદમી પાર્ટી ચાલે છે હું પર્સનલી માનુ છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ફાયદો થશે.

કેશુબાપા પછી પાટીદાર સમાજને નેતૃત્વ થોડુ નબળુ પડયું છે. કયો સમાજ ન ઈચ્છે કે મુખ્યમંત્રીને સમાજની ન હોઈ અમે ઈચ્છીએ છીએ કે મુખ્યમંત્રી પાટીદાર સમાજના મળે.

IMG 20210612 WA0036

ગુજરાતના રાજકીય, સામાજીક આગેવાનોની આ બેઠક પર નજર

કોરોનાની બીજી લહેરમાં થોડી રાહત થતા ખોડલધામ ખાતે આજે ઘણા સમય બાદ પાટીદાર સામાજીક સંસ્થાના અગ્રણીઓ એક મંચ પર આવ્યા છે.ત્યારે કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં ઘણી જગ્યાએ લોકો સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યોની કામગીરીથી નાખુશ પણ છે.વર્ષ 2022ની ચૂંટણી પહેલાની આ બેઠક અનેક સંકેતો આપી રહી છે ત્યારે ગુજરાતના સૌ કોઈ રાજકીય સામાજીક આગેવાનોની નજર આ બેઠક પર છે.

ઘણા સમય બાદ પાટીદાર આગેવાનો એક મંચ પર નરેશભાઈ પટેલે અગાઉ કહ્યું હતું પાટીદારોની નોંધ જ નથી લેવાતી

ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ પાટીદારોના હિતમાં અનેકવાર નિવેદનો આપી ચુક્યા છે ત્યારે વર્ષ 2021માં ઊંઝા ખાતે કડવા અને લેઉવા પાટીદાર સમાજ વચ્ચે બેઠક યોજાઇ હતી ત્યારે નરેશભાઈ પટેલે નિવેદન આપ્યું હતું કે રાજકીય અને સામાજીક રીતે પાટીદારોની નોંધ લેવાતી નથી.ઉદ્યોગથી લઈ તમામ ક્ષેત્રમાં પાટીદારો છે.જીડીપી વધારી શકે તેવી તાકાત પાટીદારો ધરાવે છે.કયારેય પણ લેઉવા કડવા સમાજ અલગ રહ્યો નથી સાથે મળી ને જ પાટીદારો માટે અનેકવિધ કર્યો કર્યા છે અને હંમેશા સમાજની ચિંતા કરી છે.પાટીદાર સમાજના યુવાઓને જ્યારે પણ જરૂર પડે ખોડલધામ અને ઉંઝા પાટીદાર યુવાનોની સાથે રહ્યું છે અને રહેશે.

IMG 20210612 WA0022નિર્ણય: લેઉવા-કડવા નહીં હવે પાટીદાર જ લખાશે

આજરોજ ખોડલધામ કાગવડ ખાતે મળેલ પાટીદાર અગ્રણીઓની બેઠક પૂર્ણ થયા બાદ સમાજના આગેવાનો દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં લેઉવા કે કડવા નહીં પરંતુ હવેથી પાટીદાર લખવાનો નિર્ણય સર્વાંનુમતે કરવામાં આવ્યો છે.જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય પક્ષોથી લઇને સામાજિક લોકો પણ સક્રિય થઇ ગયા છે. જેમા ગુજરાતની ચૂંટણીમાં સૌથી મોટી વોટ બેંક પાટીદારોએ મોટો નિર્ણય લીધો છે. નરેશ પટેલની આગેવાનીમાં કાગવડ ખાતે ખોડલધામ ખાતે મળેલી મેરેથોન બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે કે હવે લેઉઆ કે કડવા શબ્દનો ઉપયોગ કરવામાં આવશે નહીં માત્ર પાટીદાર જ લખાશે.

ખોડલધામ ખાતે મળેલી બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું કે હવેથી દરેક પાટીદાર સંસ્થા એક નેજા હેઠળ આવશે અને જરૂર જણાશે તો ચૂંટણીમાં સારા ઉમેદવારને ટેકો પણ આપવામાં આવશે. વધુમાં તેઓએ કહ્યું કે હવેથી લેઉઆ અને કડવા નહીં પરંતુ માત્ર પાટીદાર જ લખાશે.

રાજકીય તજજ્ઞોના મતે ગુજરાતમાં પાટીદાર વોટબેંક એટલી મોટી છે કે તેનાથી ચૂંટણીમાં હાર જીતનો ફેસલો થાય છે. જો કે અત્યારસુધી પાટીદારોની લેઉઆ અને કડવા એમ અલગ અલગ ફાંટા પડેલા હતા. બંનેની પોતાની વોટબેંક અને સંસ્થાઓ કાર્યરત હતી. ઉંમિયા ધામ દ્વારા પણ ખોડલધામના નરેશ પટેલના નિર્ણયને સમર્થન આપ્યાની જાહેરાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બેઠક પહેલા નરેશ પટેલે પત્રકારો સાથે વાતચીતમાં પહેલા જ અંદેશો આપી દીધો હતો કે આગામી ચૂંટણીમાં કોઇ પાટીદાર નેતા જ મુખ્યમંત્રી બનશે. તેઓએ કહ્યું હતું કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે, ‘અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી, તે મુદાઓની ચર્ચા આજે અમે આ બેઠકમાં કરી. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવા આગેવાન હજી સુધી મળ્યા નથી. આપ(આમ આદમી પાર્ટી) જે રીતે કામ કરે છે, તેને ગુજરાતમાં સ્થાન મળી શકે છે. કોણ ન ઈચ્છે પોતાના સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી ન હોય. આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોવો જોયે.’

” આપ” પાર્ટીનું ઉજ્જવળ ભવિષ્ય

IMG 20210612 WA0032

ખોડલધામ કાગવડ ખાતે મળેલ પાટીદાર આગેવાનોની બેઠક આજે મળી હતી. ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પોતે કોઈજ રાજકીય પાર્ટી સાથે જોડાવા નથી માંગતા.કોરોનાની બીજી લહેરમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓથી લોકો નારાજ છે.આમ આદમી પાર્ટીના વખાણ કરતા નરેશભાઈએ કહ્યું ગુજરાતમાં ત્રીજું પરિબળ ફાવ્યું નથી પરંતુ આમ આદમી પાર્ટી જે રીતે કામ કરી રહી છે.તો તેનું ભવિષ્ય ઉજ્જવળ છે.

સાથે જ રાજકીય વાત કહેતા કહ્યું હતું કે આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજના જ હોવા જોઈએ તેવી સમાજની ઈચ્છા છે. ગુજરાતના  રાજકારણમાં ફરી પાટીદારોને નેતૃત્વ મળે તે માટે સામાજિક આગેવાનો સક્રિય થયા છે.પાટીદારોના આ મહામંથન માં સમાજને રાજકીય શીર્ષ નેતૃત્વ અપાવવા ચર્ચા થઈ છે.આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના સૌરાષ્ટ્રના સુપ્રીમો નરેશભાઈ પટેલે  આમ આદમી પાર્ટીના  દિલથી વખાણ કરતા અનેક તર્ક વિતર્ક ચર્ચામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.