વનવિભાગે હરણની ખોપડી અને ચાર શીંગડા પકડી પાડયા: કાયદેસરની કાર્યવાહી
રાજુલામાં નિવૃત ડીવાયએસપી જે.એમ.ઠાકર ઘરે ટ્રોફી બનાવવા જતા બે શખ્સોની પુછપરછ થતા ભાંડો ફુટયો. વન વિભાગે કાયદેસરની પુછપરછ કરતા નિવૃત ડીવાયએસપીના ઘરે કાયદેસરની કાર્યવાહી કરી અને ૨૫૦૦૦નો દંડ વસુલ કરેલ. રાજુલામાં ગઈકાલે બે શખ્સો બાઈક ઉપર જતા હતા અને વન વિભાગના ટ્રેકર્સ સંજયભાઈએ સઘન પુછપરછ કરી તપાસ કરતા હરણના શીંગડા મળી આવ્યા હતા. તેની પુછપરછ કરતા તેઓએ તેમ કીધેલ કે અમો ઠાકર સાહેબને ત્યાં કામ માટે લઈ જઈએ છીએ અને વનવિભાગને કુલ હરણની ખોપડી ૪ અને શીંગડા મળી આવ્યા હતા. અમરેલી ડીસીએફ પ્રિયંકા ગેહલોતના માર્ગદર્શન હેઠળ રાજુલાના આરએફઓ રાજલ પાઠકે કાર્યવાહી કરી ડીવાયએસપીએ તેમના ઘરે શોપીસમાં રાખવાનો શોખ ભારે પડયો હતો. ઠાકર સામે કાયદેસરની કાર્યવાહી કરી અને રાજુલા પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો છે.