‘અબતક’ મીડિયા હાઉસની બાર એસો.ના નવા હોદેદારોએ લીધી શુભેચ્છા મુલાકાત
નવનિર્મિત કોર્ટ સંકુલમાં હાઈકોર્ટ જેવી સગવડતા મળી રહે તે માટે ‘કાકા’નો કોલ: ટ્રીબ્યુનલ અને હાઈકોર્ટની બેંચ માટે પ્રયાસો હાથ ધરાશે
રાજકોટ બાર એશોસીએશનની શનિવારે યોજાયેલી ચૂંટણીમાં વિજેતા પામેલા નવ નિયુકત હોદેદારો અને કારોબારી સભ્યોએ ‘અબતક’ મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમાં મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે ‘એકિટવ’ વકીલોએ સતત બીજી વખત પ્રમુખ બકુલ રાજાણી અને સેક્રેટરી જીજ્ઞેશ જોષીએ વકીલ મતદારોને આપેલો કોલ તેમજ બાર અને બેંચ વચ્ચે વધુ સુમેળ ભર્યા સંબંધો રહે વકીલોને પડતી મુશ્કેલી નિવારવા અને અસીલોને ઝડપી ન્યાય મળી રહે તેવી પ્રાથમિક અગ્રતા અપાશે તેમ જણાવ્યું હતુ.
વધુ વિગત મુજબ બાર એસોસીએનના નવ નિયુકત હોદેદારોએ આજે ‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાત લીધી હતી અને જેમાં ચૂંટણીમાં વકીલ મતદારોને આપેલા વચનો અને ભૂતકાળના અધૂરા કાર્યોને આગળ ધપાવવા ટીમ કાર્ય કરશે. જેમાં શહેરને ટ્રીબ્યુનલ કોર્ટોની સ્થાપના અને રાજકોટને હાઈકોર્ટ બેંચ,અંગે લેખિત-મૌખિક સિનિયરોને સાથે રાખી કામગીરી કરવામાં આવશે.
શહેરના જામનગર રોડ પર ઘંટેશ્ર્વરમાં નવ નિર્માણ પામનાર કોર્ટ સંકુલમાં હાઈકોર્ટ જેવી સગવડતામળી રહે તેવા પ્રયત્નો જેમાં વકીલોને અલગથીક કેન્ટીંગ અને એસી બાર રૂમ અને અધતન લાઈબ્રેરી સહિતની કામગીરી માટે રજૂઆત કરાશે
મધ્યપ્રદેશમાં પ્રોટેકશન એકટ લાગુ કરવામાં આવ્યો તેમ રાજયનાં એડવોકેટને પ્રોટેકશન મળી રહે તે માટે રાજય સરકાર લાગુ કરે તેવી રજૂઆત કરશે.
વકીલોને પોલીસ અને અન્ય સરકારી તંત્ર સાથે થતા ગેરવર્તન અંગે ખોટી રીતે સંડોવી-દેવામાં આવતા હોવાથી તેના પર ચોકકસ કામગીરી કરવામાં આવશે. વકીલોને સમાજમાં સન્માનની વધુ સારી રીતે જોવામાં આવે તેના માટે જૂનિયર વકીલો સિનિયરો પાસેથી બોધપાઠ લઈ અને ખોટા ઘર્ષણથી પર રહી કામગીરી કરશે.
અસીલોને ઝડપી ન્યાય મળી રહે તે માટે સુપ્રિમ અને હાઈકોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે કામગીરી થાય અને બાર અને બેંચ વચ્ચે વધુ સુમેળભર્યા સંબંધો રહે અને વધુમાં કેસના નિકાલ માટે લોક અદાલતમાં કેસમાં આવે તેવી ઝડપી કામગીરી કરી રાજયમાં રાજકોટ બાર દાખલો બેસાડવાની કામગીરી હાથ ધરશે.
જૂનીયર એડવોકેટો માટે ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન તેમજ જયુડીશયલ પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થવા માટે વર્ષમાં જે.એમ.એફ.સી. પરીક્ષાની તૈયારીના એ.સી.વર્ગોનું આયોજન બાર એસો. દ્વારા કરવામાં આવશે. જેમાં રાજકોટના સીનીયર વકીલો દ્વારા લેકચર અલગ અલગ વિષયો ઉપર રાખવાનું આયોજન કરીશું.
વકીલોનાં જ્ઞાનમાં ઉતરોતર વધારો થતો રહે તેવા આશયથી લીગલ સેમીનારનું પણ આયોજન કરવામાં આવશે.
વકીલોના તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ તાત્કાલીક ૨૪ કલાકમાં થાય તેવી વ્યવસ્થા ઉભી કરીશુ વિષયને લઈને સતત જાગરૂત રહી અમોએ અમારી જવાબદારી વદ સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરીશું. સીનયર જૂનીયર વકીલોને કાયદાના વિદ્યાર્થીઓને જરૂરીયાતવાળા તમામ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનાં વિવિધ ફોર્મ લેવા અમદાવાદ ન જવું પડે અને તેઓની સગવડતા સચવાય તેવા શુભ આશયથી તમામ ફોર્મ બાર એસો.ની લાઈબ્રેરીમાંથી મળી જાય તેવી વ્યવસ્થા વધઉ સુદ્દઢ બનાવાશે.
આ ઉપરાંત વકીલોની સ્વાસ્થ્યની જાળવણી માયે ફૂલ બોડી ચેકઅપ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ પણ એસો.ની ટીમ દ્વારા આયોજન કરાવામાં આવશે.
વકીલો માટે નામ, સરનામા, મોબાઈલ નંબર અને ફોટા સાથેની અધ્યતન ડીરેકટરી બનાવવાની વિચારણા.
બાર એસો.ના પ્રમુખ રાજાણી બકુલભાઈ વિનોદરાય, ઉપપ્રમુખ ઈન્દ્રસિંહ ઝાલા, સેક્રેટરી જીજ્ઞેશભાઈ જોશી. જો.સેક્રેટરી કેતનભાઈ દવે, ટ્રેઝરર રક્ષીતભાઈ કલોલા, લાયબ્રેરી સેક્રેટરી સંદીપભાઈ વેકરીયા કારોબારી સભ્યો, અજયભાઈ પીપળીયા, કેતનભાઈ મડ, ધવલભાઈ મહેતા, પીયુષભાઈ સખીયા, વિજયભાઈ રૈયાણી, પંકજભાઈ દોગા, વિવેકભાઈ ધનેશા, મનીષભાઈ આચાર્ય, કૈલાશભાઈ જાની અને સાથે શ્યામલભાઈ સોનપાલ, ઈન્દુભા રાઓલ, રાજેન્દ્રસિહ ગોહિલ, અને કોમલબેન સહિતના જોડાયા હતા.