છેલ્લા 3 દિવસથી દેશમાં Covid-19ના દરરોજ 1,00,000થી વધુ કેસો નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કુલ કેસની સંખ્યા 1.2 કરોડથી વધુ થઈ ગઈ છે. કોરોના સંક્ર્મણની તેઝ રફ્તાર જોઈ, ન્યુઝીલેન્ડ ગવર્મેન્ટએ ભારતથી આવતા મુસાફરો પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ન્યુઝ એજન્સી રોઇટર્સ રિપોર્ટ આપતા જણાવ્યુ છે કે, Covid-19ના કેસમાં મોટાપાયે વધારો થઈ રહ્યો છે. આ વધારાનું પ્રમાણ જોતા ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેકિંડા આર્ડર્ને સત્તાવાર જાહેરાત કરતા કહ્યું, “11 એપ્રિલથી ન્યુઝીલેન્ડમાં ભારતથી આવતા મુસાફરો પર પ્રતિબંધ મુકાય ગયો છે. કોઈ પણ દેશ Covid -19ના વધુ કેસ જોય મુસાફરોને પ્રવેશ આપવાનું જોખમ ના ખેડે.”
ન્યુઝીલેન્ડનો આ નિર્ણય ફક્ત ભારતથી આવતા મુસાફરો માટે જ નહીં, પરંતુ ન્યુઝીલેન્ડના પોતાના નાગરિકો અને બીજા અન્ય દેશના મુસાફરો માટે પ્રવેશ નહીં મળે. આ નિયમ 11 એપ્રિલ ન્યુઝીલેન્ડના સમય મુજબ 4 વાગ્યા(ભારતના સમય મુજબ અંદાજિત 9:30 AM)ની આસપાસ લાગુ પડશે અને 28 એપ્રિલ સુધી અમલ થશે. આ દરમિયાન ફરી પ્રવેશ શરૂ કરવાના જોખમ પર વિચાર કરી એનો ઉપાય શોધશે.
રોઇટર્સ અહેવાલમાં ઉમેર્યું હતું કે, ન્યુઝીલેન્ડે લગભગ છેલ્લા થોડા સમયથી કોરોના પર કાબુ મેળવામાં સફળ રહ્યો છે. દેશની અંદર છેલ્લા 40 દિવસમાં કોરોના સંક્ર્મણના કેસ સામે આવ્યા નથી. ન્યુઝીલેન્ડ તેની સરહદ પર બહારથી આવતા લોકોનો કોરોના ટેસ્ટ કરે છે. ગુરુવારે કરવામાં આવેલા સરહદ પર ટેસ્ટમાં 23 નવા પોઝિટિવ કોરોના વાયરસના કેસ નોંધ્યા હતા. જેમાંથી 17 ભારતના છે.