રફાલ સાથે ભારતીય વાયુસેનાની વધતી શક્તિ પછી ચીનના પેટમાં તેલ રેડાયું હોય તેવું સરળતાથી અનુભવી શકાય છે. લાંબા સમયથી ચીન તેની લશ્કરી ક્ષમતામાં સતત વધારો કરી રહ્યું છે અને તેનું આધુનિકરણ કરી રહ્યું છે. પરંતુ નિષ્ણાતો માને છે કે તેનું આ આધુનિકીકરણ વાસ્તવિકતાથી ઘણું દૂર છે. થોડા સમય પહેલા ચીને પોતાના લડાકુ વિમાન જે -20 ને સ્વદેશી લડાકુ વિમાન તરીકે ગણાવ્યું હતું. ચીન ઉપર સામ્યવાદનો પડદો છે. ચીન પોતાની ધાક વધુ જમાવવા માંગે છે. ચીન પોતાની તાકાતને વધુ પડતી પતાવે છે. જોકે તેના લડાકુ વિમાન જૂની બોટલમાં નવા દારૂ સમાન છે.
ચીન ઘણા સમયથી તેની વાયુસેના માટે એન્જીન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તે આજદિન સુધી તેમાં સફળ રહ્યું નથી. ચીનના લડાકુ વિમાનોમાં રશિયાના વિમાનોના એન્જીન છે. ચીનનું હાલનું મોટું ફાઇટર જેટ જે -10 છે. તેઓએ તેને લડાખથી થોડે દૂર તેમના એરફિલ્ડ પર ગોઠવ્યો છે. આ ફાઇટર જેટ એફ -16ની કોપી છે. આ સિવાય ચાઇનાએ જે વિમાનોને સ્વદેશી ગણાવ્યા છે તે તમામ વિમાનો સુખોઈ -30 ની નકલ છે. આમાં જે -11, જે -15 અને જે -20 નો સમાવેશ થાય છે. આ વિમાનો કાઈ ઉકાળી શકે તેમ નથી. થોડા સમય પહેલા જે -20 ને ચીનના હવાઈ દળનો એક ભાગ બનાવવામાં આવ્યો છે. તેને સ્ટીલ ફાઇટર જેટ તરીકે ગણાવવામાં આવ્યું હતું જોકે આ દાવો પોકળ હોવાનો નિષ્ણાંતોનો મત છે.
સ્ટીલ ફાઇટર જેટમાં દુશ્મનથી પોતાને છુપાવીને હુમલો કરવાની ક્ષમતા છે તેમની પાસે તકનીક છે જે તેને દુશ્મનના રડાર પર દેખાતા નથી. ચીને આ ફક્ત પોતાના પ્રચાર અને પ્રસાર માટે આવું કર્યુ છે. રાફેલ સામે આ વિમાનો ટૂંકા પડે છે. ચીનના કથિત અત્યાધુનિક વિમાનોમાં જૂના રશિયન ફાઇટર એરક્રાફ્ટનું એન્જીન પણ છે. તેની રડાર સિસ્ટમ પણ રાફેલ કરતા પછાત છે. જો તમે રાફેલની વાત કરો તો તેણે સીરિયા, ઇરાક, અફઘાનિસ્તાન, લિબિયા સહિતના ઘણા સ્થળોએ તેની ક્ષમતા સાબિત કરી છે. આ પાંચ યુદ્ધો 20 વર્ષથી લડ્યા છે.