- પ્રમુખપદે નલીનભાઈ ઝવેરી જયારે દિલશાહ શેખ, વિ.કે.શાહ, જીમ્મી અડવાણી અને પ્રા. જયદિપ ડોડીયાની ઉપપ્રમુખ તરીકે વરણી
સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ સૌરાષ્ટ્રનાં પ્રદેશ માળખાને જાહેર કરતા પરિષદની સલાહકાર સમિતિનાં અગ્રણી યશવંતભાઈ જનાણીએ જણાવ્યું હતું કે, પરિષદના પ્રમુખ તરીકે જાહેર થયેલા અગ્રણી વેપારી નલીનભાઈ ઝવેરીનાં નેતૃત્વમાં મહામંત્રી તરીકે સંજયભાઈ લાઠીયા અને મુખ્ય સંયોજક તરીકે મયંક વ્યાસ કામ કરશે.
આ માળખામાં સીનીયર ઉપ પ્રમુખ તરીકે સેવા આપતા શિવસેનાનાં અગ્રણી જીમ્મી અડવાણી પરિષદના ઉપ પ્રમુખો તરીકે સૌ. યુની.નાં અંગ્રેજી ભાષા ભવનના પ્રાધ્યાપક જયદીપસિંહ ડોડીયા,અમરેલીના મુક સમાજસેવક દિલસાદ શેખ અને પ્રમુખના સહકાર્યકર રાજકોટના બી કે શાહ મંત્રીઓ તરીકે જેતપુરના સામાજિક અગ્રણી ગુણવંતભાઈ ઘોરડા અને અમરેલીના બાલભવનનાં ટ્રસ્ટી મોટાભાઈ સંપન સાથે સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાના પ્રતિનિધીઓને સમાવી 51 સભ્યોની કારોબારી પણ જાહેર કરવામાં આવી છે.
સલાહકાર સમિતિના ચેરમેન તરીકે પૂર્વમંત્રી અને ધારાસભ્ય જયંતીભાઈ કાલરીયા, અમરેલીના પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપભાઈ સંઘાણી તથા સામાજિક અગ્રણી સુધીરભાઈ જોશી અને સમાજ સેવા સંગઠક યશવંત જનાણી કામ કરશે.પરિષદનું પ્રમુખના અધ્યક્ષ સ્થાને એક કોર ગ્રુપની રચના કરવામાં આવેલ છે જેમાં સલાહકાર સમિતિના તમામ સદસ્યો તથા મહામંત્રી અને મુખ્ય સંયોજક રહેશે તેમ નિર્ણય કરવામાં આવે છે.