સામગ્રી
- ૫ બટાકા બાફેલા
- ૧ લીટર દૂધ
- ૧૦૦ ગ્રામ ખાંડ
- ૧ ચમચી બદામ, કાજુ, પિસ્તા
- ચપટી ઇલાયચી
રીત :
- મધ્યમ આંચ પર એક કડાઇ ગરમ થવા માટે રાખો. ત્યાર બાદ તેમાં ઘી ગરમ કરી બટાકા મેશ કરીને રાખી દો. ધ્યાન રાખો કે બટાકા વધારે ચીપચીપા ન થઇ જાય. બ્રાઉન કલરના બટાકા થાય ત્યાં સુધી શેકો.
- ત્યાર બાદ તેમાં દૂધ એડ કરીને ૧૦ મિનીટ માટે તેને ચડવા દો. હવે તેમાં ખાંડ, ઇલાયચી અને સૂકા મેવા એડ કરીને ૧૦ મિનિટ સુધી ચડવા દો.
- નિશ્ચિત સમય બાદ ગેસ પરથી ખીરને ઉતારી ઠંડી થવા દો. સૂક્કા મેવાથી ખીરને સજાવીને સર્વ કરો.