મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇ-ખાતમુહુર્ત કર્યુ
૭.૧૫ કરોડના ખર્ચે નવ નિર્માણમાં પ્રવાસન નિગમ સહયોગ આપશે
રૂ. ૨.૮૫ કરોડના ખર્ચે બનશે શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાન મંદિર
અઢી કરોડના ખર્ચે બનશે નૂતન ભોજનાલય
પ્રખર સંત અને ગુરૂ શ્રીમદ્દ રાજચંદ્રજીના જન્મ સ્થળ વવાણીયામાં જન્મભુવનની પ્રતિકૃતિરૂપ સ્મારક ભવનનું રૂ. ૭.૧૫ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવનાર છે. રાજયના મુખયમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સવારે ૧૧ કલાકે ઇ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
વવાણીયામાં શ્રીમદ્દ રાજચંદ્રજીના જન્મ ભુવનની પ્રતિકૃતિ રૂપ સ્મારક ભવન બનાવવામાં આવનાર છે. જેમાં રૂ. ૨.૮૫ કરોડના ખર્ચે શ્રીમદ્દ રાજચંદ્રજ્ઞાન મંદિર, રૂ. ૨.૫ કરોડના ખર્ચે નૂતન ભોજનાલય,પ૦ લાખના ખચેૃ ટોયલેટ બ્લોક સુવિધા તથા કંપાઉન્ડ વોલ કંપાઉન્ડ પેવીંગ તથા લેન્ડ સ્કેપીંગ માટે રૂ. ૧.૩૦ કરોડનો ખર્ચ થશે.
પ્રખર જૈન વિદ્વાન,સંત અને ગુરુ શ્રીમદ્દ રાજચંદ્રનો જન્મ વર્ષ ૧૮૬૭ માં વવાણીયા ગામે થયો હતો.
૧૮૬૭ થી ૧૯૦૧ સુધીના માત્ર ૩૩ વર્ષના ટુંકા જીવનકાળમાં તેઓએ જૈન ફિલોસોફી ઉપર ઉડુ ચિંતન કરી અનેક જૈન કાવ્યો, ગાથા, લેખ વગેરેથી જૈન અને અન્ય ધર્મો ઉપર ઘણું જ આઘ્યાત્મિક જ્ઞાન આપેલું હતું.
મહાત્મા ગાંધીજી વર્ષ ૧૮૯૧માં જયારે દક્ષિણ આફ્રિકાથી ભારત આવેલ ત્યારે હિન્દુ ધર્મ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મના સિઘ્ધાંતો અંગે ઘણા જ ઘ્વિધામાં હતા. ત્યારે મહાત્માજીને શ્રીમદ્દ રાજચંદ્રનો પરિચય થયેલ અને શ્રીમદ્દજીએ ગાંધીજીને હિન્દુ ધર્મની ગહનતા અને વિઘ્વતા વિષે વિસ્તૃત સમજ આપેલી અને ગાંધીજીએ તેમને પોતાના આઘ્યાત્મિક ગુરુ ગણ્યા હતા.
વવાણીયામાં શ્રીમદ્દજીના જન્મ સ્થળે અતિ વિશાળ અને સ્થાપત્ય કલાના અજોડ શિલ્પ સમાન, તેમનું જન્મભુવનનું નિર્માણ થયું છે.
શ્રીમદ્દજીને સાત વર્ષની બાળ વયે તેમના પૂર્વ ૯૦૦ ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું હતું. આ સ્થળે શ્રીમદ્દ રાજચંદ્રીજીના જન્મ ભુવનની પ્રતિકૃતિરૂપ સ્મારક ભવનના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજનનું ઇ-ખાતમુહુર્ત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તા. ૧૬-૭-૨૦ ના રોજ કરવામાં આવ્યું હતું.
ભારતની આર્યભૂમિ જે સંત મહંતોની ભૂમિના નામે વિશ્ર્વભરમાં સુવિખ્યાત છે, આ ભૂમિ ઉપર અહિંસા પરમ ધર્મ નો ભગવાન મહાવીર સ્વામીનો દિવ્ય સંદેશ લઇને, અલૌકિક દિવ્યદ્રષ્ટા સાધુચરિત સંત પુરૂષ શ્રીમદ્દ રાજચંદ્રનો જન્મ સંવત ૨૦૨૪ કાર્તિક પૂર્ણિમાના માંગલીક દેવ દિવાળીના પુણ્ય દિવસે (તા. ૯-૧૧-૧૮૬૭) સૌરાષ્ટ્રના મોરબી જીલ્લાના વવાણીયા ગામે થયો હતો. પિતા વૈષ્ણવ ધર્મ અને માતા જૈન ધર્મી હતા. જેથી શ્રીમદ્દજીમાં બન્ને ધર્મ સંસ્કારોનું સિંચન થયું હતું.
પ્રખર સ્મરણ શકિતને વરેલા શ્રીમદ્દજીને ફકત બે વર્ષમાં સાત ધોરણ સુધીનું જ્ઞાન કંઠસ્થ રહી ગયુ, ફકત સાત વર્ષની ઉમરે, એક સ્વજનનાં મૃતદેહનાં અગ્નિસ્નાન જોઇ, આ બાળ મહાત્માને ૯૦૦ પૂર્વભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયેલ હતું., આઠ વર્ષની વયે તેમણે ધર્મ ઉપર કવિતા ગાથા લખવાનું શરુ કર્યુ, નવામા વર્ષે રામાયણ અને મહાભારત કથા પદ્યમાં વર્ણવ્યા હતા.
તેરમાં વર્ષે તેમણે સર્વધર્મના ગ્રંથો મહાપુરૂષો, સંત મહાત્માના જીવન ચરિત્રો વગેરેનું પઠન કરીે તે વિષે માર્મિક નોંધ સાથેનું જ્ઞાન સાથે જૈન, બૌઘ્ધ, વેદાંત, સાંખ્ય, યોગ અને ચાર્વાર્ક એમ છ દર્શનોના મુખ્ય ગ્રંથોનું જ્ઞાન મેળવું તેના ઉપરથી એમને જૈન ધર્મનું અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થયું અને માગધી, સંસ્કૃત, પ્રાકૃત હિન્દી અને ગુજરાતી ભાષાઓ ઉપર પૂર્ણ કાબુ મેળવ્યો.
સોળમાં વર્ષથી તેમને અવધાન શકિત કોઇપણ ભૂલ વગર અનેક કાર્યો એક જ વખત એક જ સમયે સાંભળી યાદ કરી બતાવવાની અપૂર્વ શકિત મેળવી, ૧૯માં વર્ષે મુંબઇમાં આ પ્રકારના સા અવધાન શકિતનું દર્શન જે તે સમયના બ્રિટીશ ગવર્નર, વર્તમાનપત્રોના તંત્રી વગેરે અનેક મહાનુભાવો સમક્ષ કરી બતાવ્યું અને તેમનજે હિન્દીના હીરા અને સાક્ષાત સરસ્વતી ના બિરૂદ આપવામાં આવ્યું.
મહાત્મા ગાંધીજીએ આઘ્યાત્મિક ગુરૂ તરીકે તેમને સ્થાપ્યા હતા અને મહાત્માજીની આત્મકથા સત્યના પ્રયોગો માં શ્રીમદ્દજીના સાથેના તેમના ગાઢ પરિચય ઉપર આલેખન કરેલ છે.
શ્રીમદ્દ રાજચંદ્રે માત્ર ૩૩ વર્ષની ભરયુવાન વયે કેવળ ભુમિકા મેળવી, સંવત ૧૯૫૭ ના ચૈત્ર વદ પાંચમના દિવસે (તા. ૨૩/૦૪/૧૯૦૧) રાજકોટમાં તેમના નશ્વર દેહનો ત્યાગ કરી અદભુત અને અનન્ય સમાધિ મરણ સાધી, આત્મ સ્વરુપમાં સમાઇ ગયા.
વવાણીયામાં અદભુત અને અલૌકિક જન્મભુવનનું સ્થાપત્ય આયોનીક ઓર્ડરના ગ્રીક સ્થાપત્ય અનુરુપ, અનન્ય રીતે સ્થાપત્ય કલાના ગોલ્ડન રેશિયો અનુસાર સ્થાપીત કરવામાં આવેલ છે જે જગતના તમામ સ્મારકોના નિર્માણમાં કરવામાં આવે છે.
શ્રીમદ્દજીની વવાણીયાના સ્મશાન પાસે જે સ્થળે માત્ર સાત વર્ષની બાળવયે, જાતિ સ્મૃતિ જ્ઞાન થયું તે સ્થળ ઉપર જન્મ ભુવનની પ્રતિકૃતિરૂપ સ્મારક સ્થાપવાનું આયોજન થયું છે. જેમાં આ જ પ્રકારની સ્થાપત્યકલાનું ફરી નિર્માણ થશે.આ મહાપવિત્ર સ્થળે, રાજ સરકારના ગુજરાત પ્રવાસન નિગમના સંપૂર્ણ સહયોગથી આત્મકલ્યાણ ઇચ્છુક સર્વ જીવોના લાભાર્થે નુતન શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાન મંદીરના નવનિર્માણ નું આયોજન થવાનુઁ છે. આ સ્થાપત્યકલાનું નિરૂપણ રાજકોટ સ્થિત સ્ટાર આર્કિટેકટસ તરફથી થયું છે.