રાજકોટ આર.ટી.ઓ ખાતે મોટરસાયકલ પ્રકારના વાહનો માટે જીજે.૩- એલજે સીરીઝના ૧થી ૯૯૯૯ નંબરો ની સીરીઝ તથા અગાઉની સિરીઝના બાકી રહેતા ગોલ્ડન સિલ્વર નંબરો માટેની સીરીઝ ઈ ઓકશનથી શરૂ કરવામાં આવનાર છે. અને નંબરોની ઓકશન (હરાજી)થી ફાળવવાનું નકકી થયેલ છે. જેથી આ પ્રકારના ગોલ્ડન નંબરો તથા સિલ્વર નંબરો તથા પસંદગી નંબરો મેળવવા ઈચ્છતા વાહન માલીકો પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગોલ્ડન નંબરમાં ૧, ૫, ૭, ૯, ૧૧, ૯૯, ૧૧૧, ૩૩૩, ૫૫૫, ૭૭૭, ૭૮૬, ૯૯૯, ૧૧૧૧, ૧૨૩૪, ૨૨૨૨, ૩૩૩૩, ૪૪૪૪, ૫૫૫૫, ૭૭૭૭, ૮૮૮૮, ૯૦૦૦, ૯૦૦૯, ૯૦૯૦, ૯૦૯૯, ૯૯૦૯, ૯૯૯૦, ૯૯૯૯
સીલ્વર નંબરમાં ૨, ૩, ૪, ૮, ૧૦, ૧૮, ૨૭,૩ ૬, ૪૫, ૫૪, ૬૩, ૭૨, ૮૧, ૯૦, ૧૦૦, ૧૨૩, ૨૦૦, ૨૨૨, ૨૩૪, ૩૦૦, ૩૦૩, ૪૦૦, ૪૪૪, ૪૫૬, ૫૦૦, ૫૬૭, ૬૦૦, ૬૭૮, ૭૦૦, ૭૮૯, ૮૦૦, ૮૮૮, ૯૦૦, ૯૦૯, ૧૦૦૦, ૧૦૦૧, ૧૦૦૮,૧ ૧૮૮,૧ ૮૧૮,૧ ૮૮૧,૨ ૦૦૦,૨ ૩૪૫,૨ ૫૦૦,૨ ૭૨૭,૨ ૭૭૨,૩ ૦૦૦,૩ ૪૫૬,૩ ૬૩૬,૩ ૬૬૩,૪૦૦૦, ૪૪૫૫,૪ ૫૪૫,૪ ૫૫૪,૪ ૫૬૭,૫ ૦૦૦, ૫૦૦૫, ૫૪૦૦, ૫૪૪૫, ૫૪૫૪, ૬૦૦૦, ૬૩૩૬, ૬૩૬૩, ૬૭૮૯, ૭૦૦૦, ૭૦૦૭, ૭૨૨૭, ૭૨૭૨, ૮૦૦૦, ૮૦૦૮, ૮૦૫૫, ૮૧૧૮, ૮૧૮૧ નું ઓકશન કરવામાં આવશે.
ગોલ્ડન નંબરની મોટરસાયકલ પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી ફી (અપસેટ પ્રાઈઝ)રૂ.૫૦૦૦ છે.સિલ્વર નંબર મોટર સાયકલ પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી ફી રૂ.૨૦૦૦ છે.ગોલ્ડર, સિલ્વર સિવાયના અન્ય પસંગીના નંબરોમાં મોટર સાયકલ પ્રકારના વાહનોમાં ઓછામાં ઓછી ફી રૂ.૧૦૦૦ છે. ગોલ્ડર,સિલ્વર તથા અન્યપસંદગીના નંબરોના ઓકશનમાં ભાગ લેવા માટે સેલ ઈનબોકસની તારીખ અથવા વિમાની તારીખ તે બેચમાંથી જે વહેલું હોય તે તારીખથી સાત દિવસ સુધીમાં ફોર્મ સી.એન.એ.માં અરજી કરનારને અરજી કર્યા તારીખથી ૬૦ દિવસ સુધી પસંદગીના નંબર માટેના ઓકશનમાં ભાગ લઈ શકશે.
ગોલ્ડર,સિલ્વર તેમજ અન્ય પસંદગીના નંબરો મેળવવા માટે તા.૧૨/૧૨/૨૦૧૯ થી તા.૧૬/૧૨/૨૦૧૯ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવાનુ રહેશે.તથા તા.૧૭/૧૨/૨૦૧૯ના રોજ સવારે ૧૧.૦૦ કલાક થી તા.૧૮/૧૨/૨૦૧૯ના સાંજના ૪.૦૦ કલાક સુધી ઓનલાઈન ઈ-ઓકશન ખુલ્લુ રહેશે તથા તા.૧૮/૧૨/૨૦૧૯ના રોજ સાંજના ૫.૦૦ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ ઈ-ઓકશનનું પરિણામ નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે.તેમજ પરીવહન સાઈટ પર ઓનલાઈન પર જોઈ શકાશે ગોલ્ડન ,સિલ્વર તથા અન્ય પસંદગી નંબરો ઓેકશન બાદ સફળ અરજદારોનું લીસ્ટ તથા અસફળ અરજદારોનું લીસ્ટ કોમ્પ્યુટર દ્વારા જનરેટ થશે.