અધિકારીઓની નિમણુંક, દર મહિને રિપોર્ટ સોંપવા જેવા નિયમોથી વધારાનો ખર્ચ ઉભો થતા નાની કંપનીઓને આર્થિક ફટકો પડશે

નવા નીતિ-નિયમો અને નિયંત્રણો લદાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હરીફાઈ વધુ તીવ્ર બનશે

સોશ્યલ મીડીયાના વાયર ‘વાયરસ’ પર નિયંત્રણ લાદવા કેન્દ્ર સરકારે ગત અઠવાડિયે નવા નિતિ-નિયમો બહાર પાડયા હતા. જે મુજબ, ફેસબુક, યુટયુબ, ઈન્સ્ટાગ્રામ અને ટવીટર જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ગેરકાયદે કમેન્ટસ, ક્ધટેન્ટસ ૨૪ કલાકમાં હટાવી દેવા પડશે. મુખ્ય ફરિયાદ નિવારણ અધિકારી સહિત તમામ કંપનીઓએ નોડલ ઓફીસરની નિમણુંક કરવી ફરજીયાત ગણાવી છે.આ નવા નિયમો સોશ્યલ મીડીયાની નાની કંપનીઓને માટે ‘અઘરા’ સાબિત થશે તેમાં કોઈ નવાઈ નથી. કારણ કે, આ નિયમોનું ફરજીયાત ચૂક વિના પાલન કરવું મોટી કંપનીઓએ ખૂબ જરૂરી છે. અને થવું પણ જોઈએ !! મસમોટી સોશ્યલ મીડીયાની કંપનીઓ તો નવા નિયમો અનુસાર, સરકારના જણાવ્યામુજબ અધિકારીઓની નિમણુંક કરી પણ લેશે પરંતુ આમ કરવામાં નાની કંપનીઓને ઘણી મુશ્કેલીઓ અને અડચણ ઉભી થશે. નવો ખર્ચ ઉભો થશે જે ભોગવવા કોઈપણ સંજોગોમાં તૈયાર થવું પડશે. નાની કંપનીઓ હજુ ‘પાંખ’ ભરી ઉડવાની તૈયારીમાં છે એવામાં નવાનિયમોનાં પાલન પાછળ નવો ખર્ચ આવશે. નવી પધ્ધતિ અમલમાં મૂકવી પડશે.

આ સરખામણીએ વાત કરીએ, યુટયુબ, ટેલીગ્રામ, વોટસએપ અને ફેસબુક જેવી જાયન્ટસ (મોટી કંપનીઓની) તો તેઓ માટે નવા નિયમોનું પાલન કરવા પાછળ થતો ખર્ચ મામુલી વાત છે. તેમ છતાં આ કંપનીઓ નિયમોનો ઉલાળીયો કરે છે. કે પાલનએ તો આગામી સમયમાં જોવાનું રહ્યું.

ઉલ્લેખનીય છેકે સરકાર દ્વારા નવાનિયમો એવા સમયે લાદવામાં આવ્યા છે. જયારે તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં આવક વહેંચણીને લઈ ફેસબુકે તમામ ન્યુઝ પર પ્રતિબંધ લાદી દીધો હતો. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ કંપનીઓની સ્વતંત્રતા ‘સ્વછંદતા’માં ન પરિણમે અને ભારતમાં પણ આવી પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે સરકારે સજાગ થઈ નવા દિશા-નિર્દેશો જારી કર્યા છે. આ ઉપરાંત નવા કૃષિ કાયદા વિરૂધ્ધ છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા આંદોલનમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી વિદેશી હસ્તીઓ પણ જોડાતા આ પરિબળે સરકારની આંખ ખોલી દીધી છે. ખેડુત આંદોલનમાં સોશ્યલ મીડિયાનો વાયરલ વાયરસ ઘુસી જતાં દેશમાટે મોટુ જોખમ ઉભુ થયું હતુ. ગેરકાયદે કમેન્ટસ, ક્ધટેન્ટસ શેર થતા સુરક્ષાને લઈ પણ સવાલો ઉઠ્યા હતા. આ પરિબળોને ધ્યાને લઈ સરકારે નવા નિયમો બાર તો પાડયા છે. પરંતુ નિયમનું પાલન કરવામાં કંપનીઓ ઉણી ન ઉતરે તે પણ ધ્યાન રાખવું જરૂરી છે.

ફેસબુક, યુટયુબ, ઈન્સ્ટાગ્રામ અને ટવીટર જેવા મોટા પ્લેટફોર્મ થકી જ ગેરકાયદે કમેન્ટસ, પોસ્ટ શેર થાય છે કારણ કે આ પ્લેટફોર્મના યુઝર્સ જ મોટી સંખ્યામાં છે જયારે ટેલીગ્રામ અને સીગ્નલ એપ જેવા નાના પ્લેટફોર્મનાં યુઝર્સ ઓછા છે. ભડકાઉ કમેન્ટસ, હિંસાનું કારણ પણ તે ઓછા બને છે. આવામાં નવાનિયમો આજ પ્લેટફોર્મને માટેઅધરા સાબિત થશે નિષ્ણાંતોના મત મુજબ, ટેલીગ્રામ, સીગ્નલ સહિતના સોશ્યલ મીડિયાના નાના અને મધ્યમ પ્લેટફોર્મને ફટકો પડશે તો આનાથી હરિફાઈ પણ વધુ તીવ્ર બનશે જેમાં ટકી રહેવું નાની કંપનીઓને અધરૂ પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.