રાજકોટ ચેમ્બર અને બિલ્ડર્સ એસો.ના ઉપક્રમે જીએસટી અંગે સેમિનાર યોજાયો: કરવેરા સલાહકાર અભયભાઇ દેસાઇએ સરળભાષામાં માર્ગદશન આપ્યું
રાજકોટ: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા રાજકોટ બિલ્ડર્સ એસો.ના સંયુકત ઉપક્રમે જીએસટી અંગે સેમીનાર યોજવામાં આવેલ સેમીનારના પ્રારંભે ઉપસ્થિત વકતા અભયભાઇ દેસાઇનું રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ મંત્રી નૌતમભાઇ બારસીયા અને રાજકોટ બિલ્ડર્સ એસો.ના પ્રમુખ પરેશભાઇ ગજેરા, ખજાનચી અમિતભાઇ ત્રાંબડીયા દ્વારા પુષ્ણગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ.
સેમીનારના મુખ્ય વકતા વડોદરાના નિષ્ણાંત જીએસટી ક્ધસલટન્ટ-સીએ અભયભાઇ દેસાઇએ પોતાની આગવી શૈલીમાં આજના મુખ્ય મુદ્દાઓ જેમા બિલ્ડર્સ તથા રિયલ એસ્ટેટમાં આવેલ જીએસટી ની નવી જોગવાઇઓ ઉ૫ર પાવર પોઇન્ટ પ્રેઝનટેશન દ્વારાસંપૂર્ણ માર્ગદર્શન આપેલ જેમાં ખાસ કરીને ૧-૪-૧૯ થી આવેલા ફેરફાર હવે પવી બિલ્ડસોએ વિકલ્પો પસંદ કરવાના રહેશે. જેમાં નોન એફોડેબલ હાઉસીંગ અને એર્ફોડેબલ હાઉસીંગ પ્રોજેકટ માટે કમ્પોઝીશન ટેક્ષનો રેટ પ ટકા અને ૧ ટકા નો વિકલ્પ તા.૧૦ મે ૨૦૧૯ પહેલા પસંદ કરી લેવાનો રહેશે.જો આ સ્કિમમાં ન જવું હોય તો જુના રેટ પ્રમાણે જવા માટે જે તે અધિકારીઓને લેખીત જાણ કરવાની રહેશે. હાઉસીંગ સેકટરમાં સરકાર દ્વારા જીએસટી ની સરળીકરણની જે પ્રક્રિયા આ નોટોફીકેશન દ્વારા અધરી કરી દેવામાં આવેલ છે. આ નવી સ્કિમ મુજબ અમલ કરવામાં બીલ્ડર્સ અને રિયલ એસ્ટેટ સેકટરને ઘણી શરતોનો સામનો કરવો પડશે. તમામ બિલ્ડર્સ તથા રિયલ એસ્ટેટ સેકટરમાં આવેલ નવી જીએસટી ની જોગવાઇઓ ઉપર વિગતવાર માહીતી આપેલ.
સેમીનારના અંતે રાજકોટ ચેમ્બરના કારોબારી સભ્ય ભાસ્કરભાઇ જોશીએ ઉ૫સ્થિત સભ્યોનો આભાર વ્યકત કરેલ અને કાર્યક્રમને સંચાલન ચેમ્બરની સબકમિટિના સભ્ય મનીષભાઇ સોજીત્રા દ્વારા કરવામાં આવેલ તેમ રાજકોટ ચેમ્બર ઓફસ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની યાદીમાં જણાવેલ છે.
એફોર્ડેબલ હાઉસીંગ માટે જીએસટી રેટ સમગ્ર બિલ્ડર સેકટરને લાભ આપશે?: અભય દેસાઇ
અભય દેસાઇ (ટેકસ ક્ધસ્ટલ્ટનટ એન્ડ ચાર્ટડ એકાઉન્ટન્ટ) જણાવ્યું હતું કે આા તકે ટેકસ ક્ધસલ્ટન્ટ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ અભય દેસાઇ એ જણાવ્યું હતું કે આજના સેમીનારમાં રીયલ એસ્ટેટને લગતાં જે પણ ફેરફાર ૧ એપ્રિલથી અમલમાં આવ્યા છે તે અંગેનું આયોજન હતું. ખાસ કરીને જે એફોર્ડેબલ હાઉસીંગ માટે જીએસટીનો રેટ ૧ ટકા સરકારે કરેલો છે. તે આખા બિલ્ડર સેકટરને ખુબ જ લાભ આપશે તેવું મારું માનવું છે. ટુંકા ગાળામાં એટલો લાભ નહિ થાય પરંતુ લાંબા ગાળે તેનો ચોકકસવી ફાયદો થશે એવું મારું માનવું છે.
જીએસટીમાં આવેલા નવા નિયમોની સમજ આપવાનો સેમિનારનો મુખ્ય ધ્યેય: વી.પી. વૈષ્ણવ
આ તકે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસીડેન્ટ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે આ સેમીનાર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ બીલ્ડર્સ એસો. ના સંયુકત ઉપક્રમે યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ જીએસટીમાં જે નવા નિયમો આવ્યા અને એફોડેબલ હાઉસીંગમાં જેમને સરળતાનો ખ્યાલ ન હતો તેમને છેવાડાની વ્યકિત સુધી સાચી સમજણ આપવાનો હતો. જેનાં માટે અમે તેના તજજ્ઞ અયભભાઇ દેસાઇને બોલાવી વ્યવસ્થિત અને વિસ્તૃત રીતે વિવરણ કરી સરળ અને પોતાની આગવી શૈલીમાં સુંદર રીતે સમજાવ્યું છે. આ સેમીનારમાં ર૮૦ થી વધુ લોકો જોડાયા હતા અને સારો પ્રતિસાદ મળ્યો છે.