- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસ દરમિયાન ન્યુયોર્કમાં ભારતીય સમુદાયને કર્યો સંબોધિત
- ઙઞજઇંઙના સૂત્રને અપવાની ભારત વિકસિત બનશે, પી એટલે પ્રોગ્રેસિવ ઈન્ડિયા, યુ એટલે અનસ્ટોપેબલ ઈન્ડિયા,
- એસ ઍલે સ્પિરિચ્યુઅલ ઈન્ડિયા, એચ એટલે હ્યુમિનિટી ફર્સ્ટ ઇન ઈન્ડિયા અને પી એટલે પ્રોસ્પરસ ઇન્ડિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે, જ્યાં તેમણે ન્યૂયોર્કના નાસાઉ કોલેજિયમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે તેમણે તેમને ભારતના સૌથી મજબૂત બ્રાન્ડ એમ્બેસેડર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે એટલા માટે હું તમને બધાને રાષ્ટ્રદૂત કહું છું. દુનિયાનો નવો એઆઈ પાવર અમેરિકા-ઇન્ડિયા છે.
ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે પીએમએ કહ્યું કે હું હંમેશા મારા સાથીઓ વચ્ચે તમારી ક્ષમતાઓને સમજ્યો છું. જ્યારે હું કોઈ સરકારી હોદ્દો ધરાવતો ન હતો ત્યારે પણ હું તેને સમજતો હતો અને આજે પણ સમજું છું. તમે બધા હંમેશા મારા માટે ભારતના સૌથી મજબૂત બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા છો. એટલા માટે હું તમને બધાને રાષ્ટ્રીય રાજદૂત કહું છું. આ પછી આખું સ્ટેડિયમ મોદી-મોદીના નારાથી ગુંજી ઉઠ્યું હતું. પીએમે કહ્યું કે મને એ દિવસો યાદ છે જ્યારે હું પીએમ પણ ન હતો, સીએમ પણ ન હતો, નેતા પણ ન હતો. તે સમયે એક જિજ્ઞાસુ વ્યક્તિ તરીકે બધાની વચ્ચે આવતો હતો. જ્યારે હું કોઈ પોસ્ટ પર ન હતો. તે સમયે મેં અમેરિકાના લગભગ 29 રાજ્યોની મુલાકાત લીધી હતી. ત્યારપછી જ્યારે હું સીએમ બન્યો, ત્યારે સીએમ રહીને મને તમારા લોકો સાથે ખૂબ પ્રેમ મળ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે ઙઞજઇંઙના સૂત્રને અપવાની ભારત વિકસિત બનશે, પી એટલે પ્રોગ્રેસિવ ઈન્ડિયા, યુ એટલે અનસ્ટોપેબલ ઈન્ડિયા, એસ ઍલે સ્પિરિચ્યુઅલ ઈન્ડિયા, એચ એટલે હ્યુમિનિટી ફર્સ્ટ ઇન ઈન્ડિયા અને પી એટલે પ્રોસ્પરસ ઇન્ડિયા.
સંયુક્ત રાષ્ટ્રોની સલામતિ સમિતિમાં ભારતને કાયમી સભ્ય પદ આપવા બાઇડેનની હિમાયત
અમેરિકાના પ્રમુખ જો બાયડેન ક્વોડ દેશોની શિખર મંત્રણા પૂર્વે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનાં પૈતૃક નિવાસ સ્થાને લઇ ગયા હતા. ત્યારે બંને નેતાઓ વચ્ચે શનિવારે થયેલી વાતચીતમાં સર્વગ્રાહી વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા થઇ હતી. બાયડેને વિશ્વ મંચ પર ભારતે પૂરાં પાડેલાં નેતૃત્વની ભારોભાર પ્રશંસા કરી હતી. વિશેષત: જી-20 અને ગ્લોબલ સાઉથને મોદીએ આપેલાં નેતૃત્વની પ્રશંસા કરતાં ભારતને સંયુક્ત રાષ્ટ્રોની સલામતિ સમિતિમાં કાયમી સભ્ય પદ મેળવવું જ જોઇએ તેમ પણ કહ્યું હતું. આ સાથે ક્વોડ ને મજબૂત બનાવવા મોદીએ આપેલાં પ્રદાનની સરાહના કરતાં કહ્યું હતું કે, ભારતે કોવિદ-19 મહામારી સમયે નેતૃત્વ લઇ વિશ્વને તેની ભયાનક અસરમાંથી બચાવવામાં ઘણું મોટું કામ કર્યું હતું. આ ઉપરાંત ભારતના વડાપ્રધાનની પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે છેલ્લા કેટલાક દશકોમાં ભારતના વડાપ્રધાને તે દેશોની લીધેલી મુલાકાત ઉલ્લેખનીય બની રહી છે. તેઓએ યુક્રેનમાં આપેલો શાંતિનો સંદેશો તેમજ અત્યારે પણ ભારત દ્વારા મોકલાઈ રહેલી માનવીય સહાય અદ્વિતીય કહી શકાય તેવી છે. આ સાથે બંને દેશોની મૈત્રી સઘન કરવા તેઓએ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
અમેરિકા ભારતની 297 પ્રાચીન કૃતિઓ પરત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ત્રણ દિવસીય અમેરિકા મુલાકાતના પ્રથમ દિવસે મહત્વપૂર્ણ સાંસ્કૃતિક આદાનપ્રદાન જોવા મળ્યું હતું. અમેરિકાએ ભારતને 297 પ્રાચીન વસ્તુઓ સોંપી છે જે 2014થી અત્યાર સુધીમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 640 પ્રાચીન વસ્તુઓ ભારતને પરત કરવામાં આવી છે, જેમાંથી એકલા અમેરિકાએ 578 વસ્તુઓ પરત કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કાર્યરત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના શૈક્ષણિક અને સાંસ્કૃતિક બાબતોના બ્યુરોએ નજીકના જાળવણી માટે સહયોગ કર્યો છે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને સુધારણા સાંસ્કૃતિક સમજને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે જુલાઈ 2024માં સાંસ્કૃતિક મિલકત કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ, કુવૈતના પ્રિન્સ અને નેપાળના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક કરતા મોદી
અમેરિકામાં વડા પ્રધાન મોદીએ ઘણા દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી. તેમણે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ ખાલિદ અલ-હમદ અલ-મુબારક અલ-સબાહ અને નેપાળના વડાપ્રધાન સાથે મુલાકાત કરી. આ સાથે પીએમ મોદીએ અનેક મોટી ટેક કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને નેતાઓએ ભારત-કુવૈત દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી અને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત કરવા અને લોકો-થી-લોકો વચ્ચેના મજબૂત સંપર્કો અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાને ન્યુયોર્કમાં લોટે ન્યુયોર્ક પેલેસ હોટલમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી. તેઓએ ભારતમાં મેન્યુફેક્ચરિંગ વિસ્તારવાની હોલ્ટેકની યોજનાઓ અને પરમાણુ ઉર્જા ક્ષેત્રે સહકાર વધારવાની સંભાવના અંગે ચર્ચા કરી. આ સિવાય વડાપ્રધાન મોદીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ ખાલિદ અલ-હમદ અલ-મુબારક અલ-સબાહ સાથે પણ મુલાકાત કરી હતી.