અત્યાધુનિક સ્તર પર બનાવાશે નવી કચેરી જે પ્રત્યક્ષર ભવન તરીકે ઓળખાશે

ગુજરાત આયકાર વિભાગનાં પ્રિન્સીપાલ ચીફ કમિશનર અનુપકુમાર જયસ્વાલ રાજકોટની મુલાકાતે આવી રહયા છે. તેઓ રાજકોટ ખાત બનનારા નવા આયકર વિભાગની કચેરીની શિલાન્યાસ વિધિમાં તેઓ ભાગ લેશે. સાથો સાથ તેઓ રાજકોટ આયકાર વિભાગના અધિકારીઓ સાથે બેઠક અને વિચાર વિમર્શ પણ કરશે.

incom2જયારે ચાલુ નાણાકીય વર્ષનાં નવા લક્ષ્યાંક અને જે કોઈ બાકી રહેતી કામગીરી હશે તે વિશે તેઓ કર્મચારીઓને માહિતગાર પણ કરશે. જયારે નવી કચેરીની વાત કરીએ તો તે ૨૭ કરોડનાં ખર્ચે બનશે અને બે વર્ષનો સમય પણ લાગશે. જેમાં બે બેઝમેન્ટ તથા ગ્રાઉન્ડ ફલોર સહિત છ માળ બનશે.

incom3અબતક સાથેની ખાસ વાતચીતમાં રાજકોટ આયકર વિભાગનાં ચીફ કમિશનર વિનોદકુમાર પાંડેએ વાત કરતા જણાવ્યું હતું કે, આજે અમે લોકોએ આયકાર વિભાગની નવી કચેરીનું શિલાન્યાસ કર્યું છે જે પ્રત્યક્ષકર ભવન તરીકે ઓળખાશે અને બનશે, સાંજના સમયે પ્રિન્સિપલ કમિશનર અહમદાવાદથી આવી ખાતમુહૂર્ત કરશે અને શિલાન્યાસ કરશે.

incam4જે સીપીડબલ્યુડીનાં સૌજન્યથી બનશે. અમે ઈચ્છીએ છીએ કે આ કચેરીનું કામ ખુબ જ જલ્દી બની જાય પરંતુ તે એન્જીનીયર પર નિર્ધારીત છે. ખર્ચ પણ માન્ય રખાઈ ગયો છે અને આવતા અઠવાડીયામાં નવા કચેરી માટેના ટેન્ડર પણ ફલોટ થઈ જશે. જે સીપીડબલ્યુડી દ્વારા જાણવા મળી રહ્યું છે.

incam5હાલનાં આયકર વિભાગમાં રેકર્ડ રાખવાની ઘણી સમસ્યા ઉદભવિત થઈ રહી છે. જેનું નિવારણ આ કચેરીમાં બનવા બાદ થઈ જશે. જે જગ્યાની તકલીફો હતી તે પણ પુરી થઈ જશે. સાથો સાથ રેકોર્ડ માટે નવી સિસ્ટમ બનાવવામાં આવશે અને જે ટેકનોલોજીકલ મેટર હશે તે તમામ વસ્તુઓનું નિરાકરણ આ કચેરી બન્યા બાદ થઈ જશે જે ખુબ જ મહત્વની વાત છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.