મારુતિ સુઝુકીની સૌથી લોકપ્રિય કાર વેગન આરનું ન્યૂ જનરેશન મોડેલ લૉન્ચ થશે. તાજેતરમાં જ ટેસ્ટિંગ દરમિયાન કારનો લૂક જોવા મળ્યો હતો. જો કે ટેસ્ટિંગ દરમિયાન કાર ઢંકાયેલી હતી. માનેસરમાં વેગન આરના નવા મોડેલનું પ્રોડક્શન થઇ રહ્યું છે. આગામી વર્ષ સુધીમાં કાર માર્કેટમાં આવી જાય તેવી શક્યતા છે.
મારુતિ સુઝુકીનું આ શરુઆતી મોડેલ છે અને 2019 સુધીમાં આ મોડેલ તૈયાર થઇ શકે છે. નવી વેગન આરની સ્ટાઇલ અને ડિજાઇન ગ્લોબલ સ્તરે વેચાતી સુઝુકી વેગર આર જેવો જ હોઇ શકે છે. જેને ફેબ્રુઆરી 2017માં જાપાનમાં રજૂ કરવામાં આવી હતી.
ભારતમાં વેચાતા જૂના મારુતિ વેગન આરના મોડેલથી બિલકુલ અલગ હોઇ શકે છે. આ કારમાં નવા ગ્રિલ, ચોરસ હેડલાઇટ્સ અને વાઇડ એરડમ્સ હોઇ શકે છે. મારુતિ સુઝુકી વેગન આરના નવા મોડેલનો રિયર લૂક બદલી શકે છે. જેમાં નવા ટેલલેમ્પ્સ આપવામાં આવી શકે છે.
નવા વેગન આર મોડેલમાં 998સીસીનું 3 સિલિન્ડરવાળા 10બી પેટ્રોલ એન્જિન હોઇ શકે છે. જે 67 બીએચપી પાવર અને 90 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરશે.