રાજકોટની રંગીલી જનતાને હવે મળશે નવો ટેસ્ટ
રાજકોટ શહેરની રંગીલી અને સ્વાદપ્રિય જનતા માટે નવું નઝરાણું કેફે હેઝટેગ આજથી શરુ થઇ રહ્યું છે. આ અંગે કેફે હેઝટેગના સંચાલકો રિતેશભાઇ માવાણી અને દિપભાઇ માંડલીયાએ સંયુકત માહીતી આપતા જણાવ્યું હતું કે રાજકોટના ફુડઝોન તરીકે પ્રખ્યાત કાલાવડ રોડ ઉપર આવેલા ડ્રાઇવીંગ થીયેટરની જગ્યામાં સૌ પ્રથમ વાર રાજકોટમાં ઇન્ડોનેશીયાની થીમ બેઇઝ પર આધારીત એક નવું નજરાણું રાજકોટ સમક્ષ મુકાયું છે.વધુમાં વિગતો આપણા જણાવ્યું હતું કે કોફે હેઝટેગમાં રાજકોટની સ્વાદપ્રિય જનતા માટે ઇન્ડોનેડીયાની થીમ બેઇઝ બાલીનું ફનીચર અને સુશોભન તેમના રેસ્ટોરનટમાં ઉભું કરવામાં આવ્યું છે. આ રેસ્ટરન્ટમાં રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરની સ્વાદપ્રિય જનતાને લેબેનીઝ, કોન્ટીનેન્ટલ, ઓરીયન્ટલ અને ફાસ્ટફુડમાં અલગ અલગ વેરાયટીની વસ્તુઓ સ્વાદ માણવા મળશે. રાજકોટના ડ્રાઇવીંગ સિનેમા ખાતે દરરોજ સાંજે પ થી રાત્રીના ૧ર સુધી સ્વાદ ભર્યા શોખીનો માટે આ રેસ્ટોરન્ટ ખુલ્લુ રહેશે. આ પ્રકારનું કાફે આખા સૌરાષ્ટ્રમાં કયાંય પણ જોવા મળતું નથી. તેના પરિણામે આવું કાફે શરુ કરવાનો વિચાર આવ્યો. કાફે વિશે આ કાફેનું સંપૂર્ણ ફર્નીચર બાલીથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યું છે તથા સૌથી વિશેષ વાત એ છે કે આ કાફેમાં એક ઓફ લાઇન એપ્લોકેશન બનાવામાં આવી છે.જે ગ્રાહકના અંદર પ્રવેશતાની સાથે જ લોકોના મોબાઇલની સાથે બ્લુટુથ દ્વારા કનેકટ થઇ જાય છે અને તેમાં સૌથી ખાસ વાત છે કે ઓર્ડર આપ્યા બાદ જો તમારું ફુડ તમારા સુધી ૧૦ મીનીટ ની અંદર ન પહોંચે તો તમારુ સંપૂર્ણ ફુડ તમને બીલકુલ મફતમાં પીરસવામાં આવશે એટલે કે ટુંકમાં આ રેસ્ટોરામાં ગ્રાહકોને તેમના ફુડ માટે રાહ બીલકુલ ન જોવી પડે તેનો અનોખો કોન્સેપ્ટ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે લોકોને અપીલ પણ કરી હતી કે તમે આ કાફેની એક વખત જરુરને જરુર મુલાકાત લો.