કોકોનટ થિયેટર પ્રસ્તુત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી
અબતક સોશ્યિલ મીડિયાના ફેસબુક પેજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઇન પ્રસારણ માણો
કોકોનેટ થિયેટરના ચાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન 3 માં રવિવારના મહેમાન તરીકે પધાર્યા ગુજરાતી રંગમંચ અને ગુજરાતી ફિલ્મોના સુપ્રસિદ્ધ અભિનેતા હિતેન કુમાર. ગુજરાત ગૌરવ પુરસ્કાર સન્માનિત અને આઠ વખત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સન્માનિત અને નવ વખત ટ્રાન્સ મીડિયા એવોર્ડ પુરસ્કૃત શ્રી હિતેન કુમારનું વિષય હતો કલાકાર પાત્રને કઈ રીતે ન્યાય આપી શકે પાત્રની તૈયારી કઇ રીતે હોઈ શકે ? પોતાની વાત શરૂ કરતાં જણાવ્યું કે રંગભૂમિ સાથે સંકળાયેલા દરેક કલાકારના પાત્ર માં એક રૂપ થવાના પ્રયાસો કે માપદંડ અલગ અલગ હોય છે. હિતેનભાઈ એ પોતાની સફર વિશે કહ્યું કે મારી શરૂઆત રંગભૂમિને કારણે જ હિતેનકુમાર માંથી હિતેન મહેતા સુધીની રહી છે. જેમાં સૌથી વધુ ગુજરાતી રંગભૂમિનો ફાળો રહ્યો છે.
મુંબઈના જોગેશ્વરી પરામાં નાનકડા ઘરમાં મધ્યમ વર્ગીય કુટુંબમાંથી આવેલા હિતેન ભાઈએ રંગભૂમિ પર ખૂબ સંઘર્ષ કર્યો છે. તેમની સંઘર્ષ યાત્રા યાદ કરતા એમણે જણાવ્યું કે મેં મનમાં જ નક્કી કર્યું હતું કે મારે ભીડનો હિસ્સો નથી બનવું અને કંઈક ઉમદા કરવું છે. પણ એ શું કરવું છે એની સમજણ નહોતી. ઘણા યુવાનોને ખબર નથી હોતી કે કલાકાર બનવા શું કરવું ? જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી હોતી.
કલાકાર બનવા માટે પોતાની જાતને ઓળખવાની શક્તિ હોવી જોઈએ. કે મારામાં શું છે અને હું શું કરી શકું છું ? વાત જાણે એમ હતી કે ખાર સ્ટેશન ઉપર અમુક લોકો વાતો કરતા હતા જેમની વાતો ખૂબ ગમી અને એમની સાથે પરિચય કેળવ્યો ત્યારે એ લોકો હિન્દી નાટકની વાત કરતા હતા અને તેમની સાથે પરિચય કેળવી સૌ પ્રથમવાર વિકલ્પ નામના હિન્દી નાટકમાં બેક સ્ટેજ કરવાનું શરૂ કર્યું સંજોગો વસાત શો નાં દિવસે એક કલાકાર નહીં આવ્યો અને એનું નાનકડું પાત્ર મને કરવાનો અવસર મળ્યો. અને એ નાનકડા પાત્ર ન્યાય આપતી વખતે મને હિંમત આવી અને સમજાયું કે હું કલાકાર બનવા સર્જાયો છું. હું એક્ટિંગ કરી શકું છું.
કોલેજ દ્વારા ઇન્ટર કોલેજ કોમ્પિટિશનમાં અભિનય કરવાનો અવસર મળ્યો. ભવન કલ્ચરલ સેન્ટર મુંબઈ જ્યાં ગિરીશ દેસાઇ જેને બધા ભાઉ સાહેબ ના હુલામણા નામે બોલાવતા, તેમના થકી મને અને મારા જેવા ઘણા યુવાનોને સારું એવું ગાઇડન્સ મળ્યું ત્યાંથી નાટકોના પરિચિત લોકોને મળ્યો અને સફર શરૂ થઈ. લતેશ ભાઈના ચિત્કાર નાટકમાં કામ કરવાના પંદર રૂપિયા મળ્યા હતા જે કવર આજે પણ મારી પાસે સલામત છે. ત્યારબાદ ગુજરાતી રંગભૂમિના સિનિયર કલાકાર નરહરિ જાની દ્વારા એક સરસ મજાનો નાટક મળ્યું જેનું નામ યુદ્ધ ત્યારબાદ ફિરોઝ ભગતના સાત આઠ નાટકોમાં કામ કર્યું જેમાં સુપ્રસિદ્ધ કલાકાર ઝંખના દેસાઈ હતા.
ગુજરાતી રંગભૂમિના લગભગ દરેક નામાંકિત દિગ્દર્શક અને કલાકારો સાથે કામ કરવાનો અવસર મળ્યો હિતેનભાઈ ફરી રંગભૂમિ પર આવ્યા પહેલાની વાત યાદ કરી કે જ્યારે કઈ જતું જતું હતું ભણતર પૂરું થઈ ગયું હતું એ વખતે નાના-મોટા ઘણાં કામો કર્યા છે. રસ્તા પર બુમો પાડીને વસ્તુઓ વેચી છે. પણ મનમાં એક જાતનું ઝનુન હતું, કંઈક કરી દેખાડવાવું છે કંઈક કરી છૂટવું છે. એ કરવાની ધગશથી જ આજે રંગભૂમિ થકી ગુજરાતી ફિલ્મોમાં સક્રિય રહ્યો છું અને દરેક દર્શકોનો પ્રેમ સાથ અને સહકાર આજે પણ મળી રહ્યો છે.
હિતેન ભાઈ એ પોતાના ફેન્સ અને પ્રેક્ષકોના સવાલોના સરસ મજાના જવાબ પણ આપ્યા ખાસ તો એમણે પોતાને આદર્શ માનનારા અમુક યુવાનોને સંબોધીને જણાવ્યું કે દરેક ક્ષેત્રમાં સંઘર્ષ તો આવે જ છે સંઘર્ષથી નાસીપાસ થઈ ગઈ તે હિંમત હારી ને ત્યારે પણ એવું પગલું ન કરવું કે જેથી કરીને આપના પરિવારને દુ:ખ પહોંચે માટે હંમેશા જોશ અને જોમ સાથે અને ઇશ્વર પર શ્રદ્ધા રાખીને પોતાના કાર્ય પર અડગ રહો તો સફળતા અચૂક મળે જ છે.
આજે સુપ્રસિઘ્ધ લેખક-દિગ્દર્શક અને કલાકાર સૌમ્ય જોશી
ગુજરાતી ફિલ્મો નાટકો સાથે હિન્દુ ગુજરાતી ફિલ્મોમાં સૌમ્ય જોશીનું નામ ખુબ જ જાણીતું છે. ‘હેલ્લારો’ ફિલ્મમાં તેના ગીતોએ જમાવટ કરી હતી. કોકોનટ થિયેટરની ચાય-વાય અને રંગપંચ શ્રેણીમાં આજે સાંજે 6 વાગે લાઇવ આવીને થિયેટર અને સ્ટોરી વિષયક ચર્ચા અને અનુભવો શેર કરશે. તેઓ દિગ્દર્શક, લેખક અને કલાકાર તરીકે ખુબ જ જાણીતા છે. તેમના લખેલા નાટક 10ર નોટ આઉટ ઉપરથી જાણીતી હિન્દુ ફિલ્મ બની હતી. ગુજરાતી તખ્તાને ઘણા ઉમદા પ્રેરણાદાયી નાટકો સૌમ્ય જોશીએ આપ્યા છે. આજે તેમને યુવા કલાકારોએ ખાસ સાંભળવા જેવા છે ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર સાથે તેમને ઘણા એવોર્ડ મળ્યા છે.
થિયેટરમાં પણ રાજકારણ હોય, જેનાથી કલાકારે સંભાળીને રહેવું: કલાકાર- રિકીન ત્રિવેદી
ચાય વાય અને રંગમંચમાં શનિવારે સાંજે લંડનથી પ્રસિદ્ધ કલાકાર અને નિર્માતા રિકીન ત્રિવેદી ચાય વાય એન્ડ રંગમચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં પધાર્યા. જેમનો વિષય હતો ’ઇફભસતફિંલય જ્ઞિં ઋજ્ઞિક્ષિ-ંતફિંલય ખૂબ જ સરસ શરૂઆત કરતા એમણે જણાવ્યું કે કલાકારને લંડનમાં થેસ્પીયન કહેવાય કે જે ફૂલટાઈમ કલાકાર જ નહીં, કામ પણ કરતા હોય. નિર્માતા અને પ્રોડક્શન હાઉસ ચલાવતા રિકીન ભાઈએ જણાવ્યું કે
એ મૂળ ભારતીય ખરા, પણ જન્મ ઇસ્ટ આફ્રિકામાં થયો. ત્યારબાદ બેલ્જીયમ અને પછી યુકે. આફ્રિકામાં ઉત્સવ તહેવાર દરમ્યાન નાના મોટા કાર્યક્રમ મા ભાગ લેતા. જેમને થિયેટર વારસામાં મળ્યું છે. એકવાર યુકેમાં જ ભારતીય વિદ્યા ભવન જવાનું થયું. જે ભારતની બહાર, દુનિયાનું બીજા નમ્બરે આવતું લાર્જર ઇન્સ્ટિટ્યૂટ છે. ત્યાં માંડવાની જુઈ નામના નાટકમાં બેકસ્ટેજ થી શરૂઆત કરી. થોડો સમય એ કામ કર્યું.
ત્યારબાદ ભવન્સથી માઇથો નાટક માટે ફોન આવ્યો અને એ નાટકમાં સિપાઈની ભૂમિકા કરી અને અનાયાસે એ જ નાટકમાં ભીમ નું પાત્ર ભજવ્યું અને નાટક ખુબ સફળ રહ્યું. રિકીન ભાઈએ પોતાની વાતો ખાસ તો યુવાનોને સંબોધીને કરી કે જે ભારત કે એનાથી બહાર નાટકો કરવા માંગે છે. થિયેયરમાં રાજકરણ પણ હોય છે જેનાથી કલાકારે સંભાળીને રહેવું જોઈએ. લન્ડન માં જ પરફેક્ટ કલાકાર બનવા માટે મુંબઈ થી લન્ડન ભવન ખાતે પધારેલા તુષાર જોશી ના હાથ નીચે 42 અઠવાડિયાનો એક્ટિંગનો કોર્સ કર્યો. અને સાથે સાથે લંડન આવતા મુંબઈ કે ગુજરાતના નાટકોમાં આભિનય કરવાની તક મળી.
પરેશ રાવલથી માંડી ધર્મેશ વ્યાસ સુધી દરેક કલાકાર સાથે કામ કર્યું અને ઘણું શીખ્યા, શું કરવું અને શું ન કરવું એની સમજ કેળવી સાથે સાથે નાટક નિર્માણ કંપની ખોલી અને આજે લંડન ખાતે નાટકો તથા ઇવેન્ટનાં કાર્યક્રમો કરે છે. અને જે લોકોને રીકીનભાઈની મદદ ની જરૂર હોય એમને અચૂક મદદ પણ કરે છે. રીકીન ભાઈએ આજની જનરેશન ના ઉગતા લેખકોને અને રંગભૂમિના કલાકાર-કસબીઓ માટે ઘણી જ સારી અને જાણકારી ભરી માહિતી આજના લાઈવ સેશનમાં પ્રસ્તુત કરી. સાથે એમના અનુભવો અને જીવનનો સમગ્ર પાઠ એમના મિત્રો, ફેન્સ અને પ્રેક્ષકોને કહ્યો. જેમાંની દરેકે દરેક વાત પરથી કંઈક શીખવા મળે છે.
ઘણાં સવાલોના જવાબ આપ્યા. જેને તમે કોકોનટ થિયેટરના ફેસબુક પેજ ઉપર જોઈ શકશો સાંભળી શકશો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે.
હિતેન ભાઈએ આજે ચાયવાય એન્ડ રંગમંચનાં આ સેશનમાં એમના સામાન્ય વ્યક્તિ થી કલાકાર આ સુધીની સફર વિશેના ઘણાં સંજોગો અને વિષયો પર વાત કરી હતી.