ડિજિટલ વર્લ્ડે હવે ઝડપની વ્યાખ્યા બદલી નાખી છે ત્યારે ડિજિટલ પ્લેટફોર્મ અને ખાસ કરીને સોશિયલ મીડિયાનું એક નવું પરિમાણમાં માહિતી પ્રસારણ અને સમાચારની દુનિયામાં ઉભરી આવ્યું છે, ડિજિટલ ક્રાંતિની સાથે-સાથે સમાચાર માધ્યમોમાં પણ બદલતા જતા ટેકનોલોજીના યુગમા ંઆમૂલ આવી ચૂક્યું છે હવે કોઇપણ માહિતી કે નાની એવી વિગતપણ ઘડીના છઠ્ઠા ભાગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર દુનિયાને આટો લઈ લે છે.
તેવા સંજોગોમાં હવે ડિજિટલ મીડિયા પ્લેટફોર્મની પણ જવાબદારી સવિશેષ વધી જાય છે. તેવા સંજોગોમાં નવા આઇટી નિયમમાં સમાચાર અને વાયરલ થયેલી માહિતી અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ની જવાબદારી નિશ્ચિત કરવામાં આવી છે. ત્યારે કોઈપણ ફોટો કે વિગતોને ઉઠાંતરી થઈ હોય તો તે માટે સાવચેતીના પગલા અને સોશિયલ મીડિયા એકાઉન્ટ 24 કલાકમાં બંધ કરવા સુધીની હિમાયત કરવામાં આવી છે. સૂર્યની અભિનેતા કે નામે લેવાથી “લાઈક” પણ પ્રતિબંધ પાત્ર બની છે. નવા નિયમોથી સોશિયલ મીડિયાના વાયરલ વાયરસને ચોકઠું ચડશે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ હવે સોશિયલ મીડિયા જાય ડિજિટલ ન્યૂઝ મીડિયા તેમજ મોટી પ્લેટફોર્મ પર નિયંત્રણો આવી જશે જો કે આ નવા નિયમો સામે કહેવાતા મોટા માથાઓએ શિંગડા ભેરાવ્યા છે.
પરંતુ રાષ્ટ્ર સર્વ ભોમત્વ રાજકીય સામાજિક સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન કરાય એવા અભિગમ સાથે સરકારના કડક વલણથી નવું આઇટી એક્ટ ડિજિટલ મીડિયા અને સમાચારોની દુનિયામાં એક આદર્શ આચાર સંહિતાનું માહોલ ઉભો કરી દેશે અત્યાર સુધી સોશિયલ મીડિયા પર જેને મન ફાવે તે ગમે તે રીતે કોમેન્ટ માહિતીનું પ્રસારણ અને વાયરલ વાયરસની જે રીતે આંધી ઊભી કરવામાં આવતી હતી તેના હવે દિવસો પુરા થયા દરેક વિગત અને ખાસ કરીને સમાચારોની દુનિયામાં ડિજિટલ મીડિયા માટે એક આદર્શ આચાર સંહિતાનો માહોલ ઉભો કરવાનું એક વ્યવસ્થિત મંચ આકાર લઈ રહી છે.
સમાચાર અને માહિતી જેટલી ઝડપથી અને સતત રીતે ફેલાય તે સમાજ માટે ઇચ્છનીય છે પરંતુ તેમાં બનાવટ જૂઠાણું ચલાવવામાં આવે તે અર્થ સર્જી શકે છે. વાયરલ વાયરસના માઠા પરિણામો અને તેની આડઅસરોની ગંભીરતા અમેરિકા જેવા મોટા લોકતંત્રને પણ ગત ચૂંટણીમાં સમજાઈ ગઈ ચીને તો ઘણા લાંબા સમયથી મીડિયા અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર આકરા નિયમો ની લગામ કસી લીધી છે. ભારતમાં નવા આઇટી કાયદાથી હવે સમાચારોની દુનિયામાં પણ એક આદર્શ આચાર સંહિતાનો માહોલ થવા જઈ રહ્યો છે. જે સોશિયલ મીડિયા ઓટીટી અને સમાચાર સંસ્થાઓની સાથે સાથે વાચકો માટે પણ વિશ્વાસનું પ્રતીક બની રહેશે કાયદા એટલા ફાયદા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ લાગુ થયો છે અને તેનો અમલ પણ આદર્શ ભાવનાથી થવો જોઈએ.