આગામી થોડા સમયમાં આઇબીસીઆઇ નવી ગાઇડ લાઇન જારી કરશે
ધી ઇનસોલ્વન્સી એન્ડ બેંકપ્ટસી બાર્ડ ઓફ ઇન્ડીયા – આઇબીસીઆઇ નવા નાદારી કાયદા અંતર્ગત નવી ગાઇડ લાઇન તૈયાર કરી રહ્યું છે જે આગામી થોડા અઠવાડીયામાં જાહેર થાય તેવી શકયતા છે. નાદાનીના આ નવા કાયદા હેઠળ જામીનદારોને પણ સંકજામાં લેવાય તેવી તીવ્ર સંભાવના છે કારણ કે, ઇનસોલ્વન્સી રેગ્યુલેટર એવી ગાઇડલાઇન તૈયાર કરી રહ્યા છે કે જેનાથી નાદાની કંપનીઓની સાથે સાથે તેના પ્રોમોટર્સ પણ સકંજામાં લેવાશે અને જામીનદારોની કંપનીઓની મીલકતો વેચી નાણા વસુલી શકાશે.
આઇબીબી આઇ થોડા અઠવાડીયામાં નિયમો તૈયાર કરી ગાઇડલાઇન જાહેર કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. આ નવા નિયમથી બેંકોની સાથે સાથે કોઇ પણ વ્યકિત જામીનદારો પાસેથી તેના ઉછીના લેણાં ઉધરાવી શકશે. આ વિશે માહીતી આપતા આઇબીબીઆઇના ચેરમેન એમ.એસ. સાહુએ જણાવ્યું કે, અમે કંપનીઓની સાથે સાથે વ્યકિતગત નાદારીને લઇને પણ નવા નિયમો ઘડી રહ્યા છીએ જે ટુંક સમયમાં જાહેર થશે.
નાદારીના નવા કાયદાથી પ્રોપરાઇટરશીપ ફર્મ અને વ્યકિતગત મામલોમાં પણ અસર થશે એમ.એસ. સાહુએ વધુમાં જણાવતા કહ્યું કે, કંપની અને તેના પ્રમોટર્સ ગીરો મિલકતને ખત્મ કરવા તરફ વધુ સાવધાન રહેશે અને જો તેઓ આમ કરવામાં નિષ્ફળ રહ્યા તો તેઓએ ડાયરેકટ એકશનનો પણ સામનો કરવો પડશે. અત્યારના ઇન્સોલાન્સી અને બેંકપ્ટસી કોડમાં પ્રમોટસની ખાનગી મિલકતો હોવા છતાં નાદારી વખતે તેને હાથ પણ લગાવી શકતો નથી પરંતુ હવે નવી ગાઇડલાઇનથી તેમની ખાનગી સંપતિઓ પણ વેચી શકાશે.