હોલમાં પાણી ભરાયેલું રહે છે: પરીસરમાં ઘાસ ઉગી નિકળ્યું, સંડાસ-બાથરૂમમાં બેફામ ગંદકી

કોર્પોરેશન દ્વારા શહેરના વોર્ડ નં.૧૫માં નવા થોરાળા વિસ્તારમાં બે વર્ષ પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા કોમ્યુનિટી હોલની હાલત હાલ ખંઢેર જેવી બની જવા પામી છે. લોકો કોમ્યુનિટી હોલ ભાડે રાખતા પણ ડરી રહ્યા છે.

આ અંગે વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૫માં ગોકુલપરામાં ફુઈવાળા ચોકમાં મહાપાલિકા દ્વારા કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોલ બે વર્ષમાં જ ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયો છે. હોલના અંદરના ભાગે પાણી ભરાયેલું રહે છે જેના કારણે ઝેરી મચ્છરો ઉત્પન્ન થાય છે અને આસપાસના લોકો બિમાર પડે છે. પરીસરમાં ઝાડ અને ઘાસ ઉગી નિકળ્યું છે. પેવીંગ બ્લોક પણ બેસી ગયા છે. હોલમાં બાંધકામ અત્યંત ગુણવતાનું છે. માત્ર ચોમાસાની સીઝનમાં વરસાદનું પાણી ઉડવાના કારણે દરવાજાઓ ખરાબ થઈ ગયા છે અને કાચ તુટી ગયા છે. આ કોમ્યુનિટી હોલનું સંચાલન કોઈ સંસ્થાને સોંપી દેવા માંગણી કરી છે. આજેજયારે વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા અને વોર્ડના અન્ય કોર્પોરેટર તથા આગેવાનોએ કોમ્યુનિટી હોલની મુલાકાત લીધી ત્યારે અનેક ક્ષતિઓ ધ્યાનમાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.