રાજકોટના પ્રોડક્શન હાઉસ એસ૯ ફિલ્મ્સ દ્વારા દર્શકો ફિલ્મ ચાહકો માટે અનોખું નજરાણું: નિર્માતા-નિર્દેશક અને કલાકારોએ ફિલ્મ અંગે આપી વિસ્તૃત માહિતી
રાજકોટના પ્રોડક્શન હાઉસ એસ૯ ફિલ્મ દ્વારા સ્ત્રી સશક્તિકરણ માટે સમાજને નવો રાહ ચીંધતી ગુજરાતી ફિલ્મ પજસ્ટિસથનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં દીકરીઓને માત્ર શિક્ષણ આપવાથી નહીં, પરંતુ સિસ્ટમ સામે કઈ રીતે લડવું? અને તેના સાથ આપવાની વાત વણી લેવામાં આવી છે.
આજરોજ પઅબતકથની મુલાકાતે ફિલ્મના નિર્માતા, નિર્દેશક કપિલ નથવાણી અને જીગ્નેશ રાદડિયા તથા ફિલ્મના હીરો ગોકુલ બારૈયા, હિરોઈન ગ્રીવા, અને જાણીતા ગુજરાતી કલાકાર યામિની જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એક સૂરમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં યુવતી કઈ રીતે સિસ્ટમ સામે લડે છે તે દર્શાવવામાં આવ્યું છે. મહિલાનો છેડતી થઈ હોય તો સામાન્ય રીતે મા-બાપ લેટ ગો કરતા હોય છે. જોકે, સિસ્ટમ સામે લડવું જોઈએ મહિલાએ પોતાને જ પોતાના માટે લડવું પડશે, તેવો સંદેશો પણ આ ફિલ્મમાં આપવામાં આવ્યો છે.
ફિલ્મની પટકથા સ્ત્રી સશક્તિકરણ ઉપર આધારિત છે. મહિલાને શિક્ષણ આપવાની સાથોસાથ અન્યાય સામે લડવાની હિમ્મત પણ આપવી પડશે. અન્યાય સામે લડવા તેની સાથે પણ ઉભુ રહેવું પડશે. ફિલ્મમાં ગાંધીજીનો સ્વચ્છતા અભિયાન પણ સારી રીતે વણી લેવામાં આવ્યું છે. ફિલ્મમાં રોમાન્સ, થ્રિલ પણ છે આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ અને આણંદ સહિતના સ્થળોએ થયું હતું. ફિલ્મનું સંગીત મૌલિક મહેતાએ આપ્યું છે આગામી તારીખ ૨૬ ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ રાજ્યભરના થિયેટરોમાં રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે , ફિલ્મમાં બોલિવૂડ અને ફિલ્મ સિરિયલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા અનેક કલાકારો પણ જોડાયા છે. તારક મહેતા કા ઉલટા ચશ્માંની ટીમના સુનિલ પટણી પણ સંકળાયેલા છે.