આજે વર્લ્ડ આર્થરાઈટિસ ડે
સ્ટર્લિંગ હોસ્પિટલનાં ડો.રૂપેશ મહેતાએ વિકસાવી છે એમઆઈએસ ટેકનોલોજીથી ઓપરેશનની નવી પઘ્ધતિ
૧૨ ઓકટોબર વર્લ્ડ આર્થરાઈટીસ દિવસ નિમિતે સૌરાષ્ટ્ર અને કચ્છની સુપ્રસિઘ્ધ અને એક જ છત્ર હેઠળ તમામ પ્રકારની સારવાર પુરી પાડતી સ્ટર્લિંગ હોસ્પિટલનાં વરીષ્ઠ હીપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સ્પેશ્યાલીસ્ટ ડો.રૂપેશ મહેતાએ આર્થરાઈટીસ વિશે માર્ગદર્શન આપતા જણાવેલું કે આર્થરાઈટીસ એટલે શરીરનાં કોઈપણ સાંધાનો સોજો અને ઘસારો. ટુંક સમયમાં જ આર્થરાઈટીસથી ઉભી થતી પરિસ્થિતિ ખરાબ અને અત્યંત ખરાબ થવાની છે.
એશિયામાં અને વિશ્ર્વના બીજા દેશમાં સતત વસ્તી વધારો થઈ રહ્યો છે સાથે સરેરાશ ઉંમર પણ વધી રહી છે. તમારી પાસે પારંપરિક ઢબની આદતો તો છે જ અને નવી પેઢી વધુ પડતી કસરત અને વિડીયો ગેમિંગનાં કારણે શરીર પર વધારાનો ભાર મુકી રહી છે જે ઘડપણમાં દર્દમાં વધારો કરે છે. મોટાભાગની નવી પેઢીનું વજન વધારે હોય ત્યાં સાંધાના દુખાવાની શકયતાઓ વધી જાય છે. એક સંશોધન મુજબ માત્ર ભારતમાં જ આર્થરાઈટીસથી પીડિત દર્દીની સંખ્યા ૧૫ કરોડ જેટલી છે. ઘણા દર્દીઓને ખબર નથી હોતી કે આ દર્દ માટે કાંઈક કરવું જોઈએ અથવા કરી શકીએ. આર્થરાઈટીસ સમાજ માટે એક સળગતો પ્રશ્ર્ન છે. આર્થરાઈટીસ શરીરના બધા સાંધામાં થઈ શકે છે પરંતુ વધારે પડતું ભારતમાં તે ગોઠણમાં જોવા મળે છે. શરૂઆતનાં તબકકામાં દર્દીને કસરત, બરફનો મસાજ અને સોજો ઉતારવાની દવા આપવામાં આવે છે પરંતુ એડવાન્સ તબકકામાં આ રોગની સારવાર ઓપરેશનથી કરવામાં આવે છે અને ગોઠણના ઘસાઈ ગયેલા સાંધાની જગ્યાએ ફેકટરીમાં બનાવેલ કૃત્રિમ સાંધો પ્રત્યારોપણ કરવામાં આવે છે.
ડો.રૂપેશ મહેતાએ વિકસાવેલ એમ.આઈ.એસ ટેકનોલોજીથી થતા આ ઓપરેશનમાં પર્યાપ્ત કાપકૂપ કરવામાં આવતી હોય, ઓપરેશનને ઓછો સમય લાગે, ઓછી દવાની જરૂર પડે જેથી આડઅસર ઓછી આવે, ઓછા દિવસ હોસ્પિટલમાં રહેવું પડે, લોહી ઓછું વહે, દર્દી ઓપરેશન પછી થોડા સમયમાં જ ચાલી શકે, ઓપરેશન પછી ફીઝીયોથેરાપી એટલે કે કસરતની જરૂર નહિવત રહે, ખાસ પ્રકારની બનાવટનો સાંધો વાપરવામાં આવે તો તેનું આયુષ્ય ૩૦ વર્ષ સુધી હોય જે યુવાન દર્દી માટે આશીર્વાદરૂપ છે. સામાન્ય રીતે ઘુંટણ બદલવાના ઓપરેશનમાં ગોઠણ ૧૨૦ ડિગ્રી સુધી વળી શકે છે. પરંતુ આ પઘ્ધતિમાં એક ખાસ પ્રકારનાં કૃત્રિમ સાંધાના ઉપયોગને લીધે દર્દીનો ગોઠણ ૧૪૦ ડિગ્રી સુધી વળી શકે છે જેથી ઓપરેશન પછી પલાંઠી વાળીને બેસી શકાય છે.