Whatsappના એન્ડ્રોઇડ યુઝ્સને બહુ જલ્દી બે નવા ફિચર મળવાના છે. આ ફિચર્સ અત્યાર સુધી માત્ર Whatsappના આઇફોન યુઝર્સ માટે જ ઉપલબ્ધ હતા. જોકે લેટેસ્ટ અપડેટમાં Whatsappના એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં વોઇસ અને વીડિયો કોલિંગ માટે અલગઅલગ બટન આવશે. હાલમાં આ બંને એક જ બટનની અંદર સંતાડાયેલા છે પણ થોડા સમયમાં બંને માટે અલગઅલગ આઇકન હશે. આ નવા બટન એપની જમણી તરફ બધાની ઉપર હશે. આ સિવાય Whatsappના બીટા વર્ઝન 2.17.93માં અટેચમેન્ટને બટન ઉપરની જગ્યાએ નીચે શિફ્ટ કરવામાં આવશે. હાલમાં અટેચમેન્ટ બટનને કેમેરા આઇકન પાસે આપવામાં આવ્યું છે. કંપનીએ બોટમને પણ રિડિઝાઇન કર્યું છે. આ બદલાવ હાલમાં માત્ર એન્ડ્રોઇડ માટે Whatsappના બીટા વર્ઝનમાં જોવા મળશે પણ બહુ જલ્દી યુઝર્સ માટે રજૂ કરી શકશે. હાલમાં Whatsappના દુનિયામાં 1 બિલિયન યુઝર્સ છે.
આ સિવાય હાલમાં કંપની એવું ફિચર લાવવાની છે જેના મારફતે ગ્રાહકો તેમજ બિઝનેસમેનોને એપ મારફતે સીધા જોડી શકાશે. મળતી માહિતી પ્રમાણે કંપની એપ માટે નવી સિસ્ટમનું ટેસ્ટિંગ કરી રહી છે. આ એપ પ્રમાણે કંપની હવે વેપારીઓ મારફત રેવન્યુ જનરેટ કરવાનું વિચારી રહી છે. જોકે નવી સિસ્ટમના ટેસ્ટિંગમાં કંપનીએ ભારે સાવધાની રાખવી પડશે જેથી સ્પેમ મેસેજ ન ફેલાય. હાલમાં કંપની એક સર્વે પણ કરી રહી છે જેના આધારે તપાસ કરાઈ રહી છે કે શું ખરેખર યુઝર્સ પોતાની જરૂરિયાત માટે એપ મારફતે વેપારીઓ સાથે જોડાવાનું પસંદ કરશે?