ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજયનું પરિણામ ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહનું ૫૬.૮૨ ટકા જાહેર કરવામાં આવ્યું હતું. જયારે રાજકોટ જીલ્લાનું પણ ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું હતું. ન્યુએરા સ્કૂલના તેજસ્વી તારલાઓએ ઈંગ્લીશ માધ્યમનું ૯૬ ટકા પરિણામ મેળવ્યું છે. જેમાં ૨૭ વિદ્યાર્થીઓએ ૯૦ થી પણ વધુ પી.આર મેળવ્યા છે. બધા જ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉત્કૃષ્ટ પરિણામને પગલે ન્યુએરા સ્કૂલના પ્રિન્સીપાલ અને શિક્ષકોએ વિદ્યાર્થી અને વાલીઓને શુભેચ્છા પાઠવી હતી.
ન્યુએરા સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના પ્રિન્સિપાલ દવે ‚પલબેનએ જણાવ્યું હતું કે, ન્યુએરા ઈંગ્લીશ માધ્યમ ધો.૧૨ કોમર્સનું પરીણામ ૯૫.૮૫ ટકા તથા ગુજરાતી માધ્યમનું ૯૬ ટકા પરિણામ છે. ૪ વિદ્યાર્થીઓ ૯૯ પીઆરથી વધુ ધરાવે છે તથા ૨૬ વિદ્યાર્થીઓ ૯૦ પીઆરથી વધુ ધરાવે છે.
ન્યુએરા સ્કૂલના કોટડીયા નસરીન ૯૯.૮૨ પીઆર સમગ્ર શાળામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે અને પીએચ.ડી કરવું છે અને સારી કારકિર્દી બનાવવી છે. દતાણી હેમાંગીએ ૯૯.૫૭ પીઆર સાથે આખી શાળાના અંગ્રેજી માધ્યમમાં બીજો નંબર મેળવેલ છે. સીએ બનવું છે. ન્યુએરા સ્કૂલની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે મારે ૯૮.૭૧ પીઆર આવ્યા છે. હું ખુબ જ ખુશની લાગણી વ્યકત કરુ છું. અંગ્રેજી માધ્યમમાં ત્રીજો નંબર મેળવેલ છે. અજયસર જે મેનેજીંગ ડિરેકટરનો આભાર માનુ છું તથા બધા જ શિક્ષકોનો આભાર માનું છું. ગુજરાતી માધ્યમમાં ભણતા ન્યુએરા સ્કૂલના વિદ્યાર્થી ધાબલીયા દષ્ટિએ જણાવ્યું હતું કે, ૯૯.૫૭ પીઆર ગુજરાતી માધ્યમમાં પ્રથમ નંબર મેળવેલ છે અને કોઈ પણ પ્રકારના ટયુશન વિના આ પરિણામ મેળવેલ છે.
લાબાણી જીગરએ જણાવ્યું હતું કે, મેં ૯૮.૮૦ પીઆર મેળવ્યા છે. ગુજરાતી માધ્યમમાં બીજો નંબર મેળવેલ છે તથા ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવું છે. દોષી સિદ્ધાર્થ જે ન્યુ એરા સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેઓએ ૯૮.૩૯ પીઆર મેળવ્યા છે. ગુજરાતી માધ્યમમાં ત્રીજો નંબર મેળવેલ છે. હું મારા મિત્રોનો આભાર માનું છું કે જેમણે મને વારંવાર અભ્યાસ કરવા માટે બેસાડતા હતા.
ન્યુએરા સ્કૂલના મેનેજીંગ ડીરેકટર અજયભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તો સર્વે વિદ્યાર્થી તથા શિક્ષકોનો આભાર માનુ છું કેમ કે ગત વર્ષ અમોએ પ્રથમ વાર ધો.૧૨ રાખ્યું હતું અને તેમાં અમોને સર્વશ્રેષ્ઠ પરિણામ મળ્યું છે તેવું જણાવ્યું હતું. હું ખુબ ખુશીની લાગણી વ્યકત કરુ છું