શું મારે પૂછવાની જરુર છે કે, “તમે ….. “રેવા ફિલ્મ વિશે જાણો છો…? ના…. કારણ કે અર્બન ગુજરાતી ફિલ્મનો યુગ ૨૦૧૨ની ‘કેવી રીતે જઇશ’થી શરુ થયો ત્યાર બાદ બેક-ટુ-બે “બે યાર , “છેલ્લો દિવસ, કરસનદાસ, લવની ભવાઇ, અને “રેવા સિવાય અનેક અર્બન ગુજરાતી ફિલમોએ ગુજરાતી પ્રેસકોનાં મગજનાં ગુજરાતી ભાષાની ફિલ્મોનું માધુર્ય ફેલાવ્યું છે. આજે હિન્દી ફિલ્મોની સમક્ષ ગુજરાતી ફિલ્મો છે. પરંતુ ભૂતકાળમાં પણ હિન્દી ફિલ્મોછની સમાંતર જ ગુજરાતી ફિલ્મો હતી. જે જાહેરજીવન અને નવલ કથાઓ પર આધારિત હતી. જેવી કે ૧૯૩૨ની “નરસિંહ મહેતા જે પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ હતી.
૧૯૫૦માં ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ-કાળ હતો ત્યારે તે સોનામાં સુંગધ ભેળવતી ફિલ્મો ગુણસુંદરી, રા’નવઘણ હતી અને ગુજરાતી ગીતોનું માધુર્ય સાંભળનારને મંત્રમુગ્ધ કરી દેતું તેમાંનું લોકજીભે ચડેલું ગીત એટલે “તારી આંખનો અફિણી….
ત્યારબાદ ગુજરાતી ફિલ્મને ૧૯૬૦માં ‘મેંદી રંગ લાગ્યો’ અને વિદાયની વેળા નજીક આવવા લાગી ફિલ્મોને ચમત્કારો, અને અંધશ્રધ્ધાનું ભૂત વળગ્યું, ધીમે ધીમે છેલ્લા શ્ર્વાસ લેતાં દર્દી જેવી હાલત ગુજરાતી ફિલ્મ જગતની બનતી ગઇ…. ૧૯૪૮માં ૨૬, ૧૯૪૯માં ૧૭, ૧૯૫૦માં ૨ અને ૧૯૫૩ પછી એક પણ નહીં. ત્યાર પછીની સ્થિતિ એવી સર્જાઇ કે ૧૯૮૦થી ૧૯૯૦ વચ્ચે બનેલી ‘લવની ભવાઇ’ જેવી ફિલ્મોની રજૂઆત માટે થિયેટરો મળવા મુશ્કેલ થતાં ગયાં.
ગુજરાતી વાસ્તવિકતા બદલાઇ પણ ફિલ્મોમાં પાઘડી, કેડિયું, વાંસળી, ખેતર, ગામડું સિવાઇ કંઇ જ બતાવામાં ન આવતું તેથી લોકો હિન્દી ફિલ્મોમાં વધુ રસ લેતાં થયા ગયા.
સરકારની ટેકણલાડકીનાં સહારે ચાલવાની આદત પડ્યાં પછી ગુજરાતી ફિલ્મકારોએ સર્જનશિલતા હણી નાખી. અને તમામ ગુજરાતી સાહિત્યને વેડફી નાખ્યું પરંતુ પાનખર પછી વસંત, રાત પછી દિવસ આવે જ છે. તેમ ગુજરાતી ફિલ્મોએ સુંદર સફળતાનાં સ્વપ્નમાં પળખું ફેર્યુ. આજે ૧૯૯૮ની “તત્વમાસી નવલ કથામાંથી ધ્રુવ ભટ્ટ જેવા ફિલ્મકારોએ ગુજરાતી ફિલ્મને નવા અવકાશ સર્જયા છે.