૨૫મી સુધીમાં નવા અધ્યક્ષનું નામ જાહેર થશે: સેન્ટ્રલ ઈલેકશન ઓથોરીટીએ પ્રદેશ કોંગ્રેસ કમીટી પાસે નામ મંગાવ્યા
કોંગ્રેસના નવા અધ્યક્ષની વરણી માટે ઔપચારીક ચૂંટણીની તૈયારીઓ શ‚ થઈ ગઈ છે. આગામી તા.૧૦થી કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેકશન ઓથોરીટીએ ફોર્મ આપવાનું શ‚ કરશે. નામાંકન, ચકાસણી અને મતદાન સહિતની પ્રક્રિયા બાદ કોંગ્રેસના નવા અધ્યક્ષની વરણી થશે.
ગઈકાલે કોંગ્રેસના નેતા સચિન પાયલોટ રાહુલ ગાંધીને જ કોંગ્રેસના નવા પ્રમુખ બનાવાશે તેવો આત્મવિશ્ર્વાસ વ્યકત કરી ચૂકયા છે. ત્યારે પ્રદેશ સેન્ટ્રલ ઈલેકશન ઓથોરીટીની પ્રક્રિયા બાદ હવે માત્ર રાહુલને ઔપચારીક રીતે કોંગ્રેસના પ્રમુખ તરીકે જાહેર કરવાનું બાકી રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસ કમીટીને તા.૨૫ ઓકટોબર સુધીમાં ઉમેદવારોના નામ સોંપી દેવા જણાવાયું છે.
કોંગ્રેસમાં સામાન્ય રીતે પ્રદેશ કોંગ્રેસ કમીટીના સભ્યોને ઉમેદવારી પત્ર માટે ત્રણ થી પાંચ દિવસનો સમય આપવામાં આવતો હોય છે. સેન્ટ્રલ ઈલેકશન ઓથોરીટીના ચેરમેન મલ્લાપેલી રામચંદ્રન અને તેના બે સભ્યો મધુસુદન મિસ્ત્રી અને ભુવનેશ્ર્વર કાલીતા હાલ પ્રદેશ રિટર્નીંગ ઓફિસરો સાથે બેઠક ગોઠવી રહ્યાં છે. તા.૧૦ પહેલા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની તૈયારીઓ પૂર્ણ કરવા કમીટીના સભ્યોએ કવાયત હાથ ધરી છે.
કોંગ્રેસના અધ્યક્ષની વરણી દાયકાઓથી કોઈપણ વિરોધ વગર થતી આવી છે. વર્ષ ૨૦૦૦માં સોનિયા ગાંધીને પૂર્વ કોંગ્રેસ વાઈસ પ્રેસીડેન્ટ જીતેન્દ્ર પ્રસાદે ચેલેન્જ કરી હતી જેમાં સોનિયા ગાંધીને ૯૪ ટકા મત મળ્યા હતા. અગાઉ સીતારામ કેશરી સામે શરદ પવાર અને રાજેશ પાયલોટને ભારે સંઘર્ષનો સામનો કરવો પડયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, ભાજપમાં છેલ્લા ૩૭ વર્ષથી કોન્ટેસ્ટ એન્ડ વોટીંગ પ્રથા અનુસરાતી નથી.
કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીનું નામ હોટ ફેવરીટ છે. ગાંધી પરિવારના વારસ હોવાના કારણે તેઓ આ પદને સંભાળી શકવા સક્ષમ છે તેવું કોંગ્રેસના અનેક કાર્યકરો અને નેતાઓનું માનવું છે. અલબત બીજી તરફ માત્ર તેમને જ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે જોવા સામે પણ વિરોધ થઈ રહ્યો છે.