- અમરેલીમાં કરોડોના ખર્ચે બનેલા બસપોર્ટ લોકાર્પણનું આખરે શુભ મુહૂર્ત નીકળ્યુ
- આગામી સપ્તાહે થશે ઉદઘાટન
અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રીનાં આગમનને લઈને વહીવટીતંત્રમાં ધમધમાટ શરૂ થયો છે. તો ઉચ્ચ અધિકારીઓએ બસ પોર્ટની મુલાકાત લીધી હોવાનું પણ જાણવા મળેલ છે. જો કે વહીવટીતંત્ર ઘ્વારા મુખ્યમંત્રીના સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી પરંતુ મુખ્યમંત્રી આવે છે તેની ખાત્રી થવા પામી છે.
અમરેલી શહેર તેમજ જિલ્લાની જનતાને આગામી અઠવાડિયામાં અમરેલીમાં બનાવવામાં આવેલ આધુનિક બસ પોર્ટ ની સુવિધા મળતી થશે તેવું જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે આગામી અઠવાડિયામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાના પ્રવાસે આવવાના હોય તારીખ 18 અથવા 19 ના રોજ અમરેલીના બસ સ્ટેશન નું પણ લોકાર્પણ થશે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આ બસ પોર્ટનું કામ આખરે આઠ વર્ષે પણ પૂરું થયું છે શહેરની જનતાએ તેમજ શહેર વિકાસ સમિતિ દ્વારા આ બસ સ્ટેશન નું લોકાર્પણ થાય તે માટે ગયા અઠવાડિયે મુહિમ ચલાવી હતી.
શહેર અને જિલ્લાની જનતા છેલ્લા આઠ વર્ષથી કામ ચલાવનાર બસ સ્ટેશનમાં હેરાન પરેશાન થઈ ગઈ છે બસ પોર્ટના લોકાર્પણથી જનતાનો સમસ્યા માંથી છૂટકહરો થશે.