- રૂ.36 કરોડના ખર્ચ 14 હજાર ચો.મી. વિસ્તારમાં થશે બાંધકામ
- ગુજરાતના બીજા નંબરના સ્ટેટ ઓફ ધ આર્ટ ભવન ચાર માળનું હશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ખાતમુહુર્ત
- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્માણનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
રૂ.36 કરોડના ખર્ચે 14 હજાર ચો. મી. બાંધકામ સાથે ‘સ્ટેટ ઓફ ઘ આર્ટ’ અત્યાધુનિક સુવિધા સભર જિલ્લા પંચાયત કચેરીના નિર્માણનો પ્રારંભ થયો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે રાજકોટ ખાતે અનેકવિધ વિકાસકામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે, જેના ઉપલક્ષયમાં રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે ભુમિ પુજન તેમજ તકતી અનાવરણ સાથે કરવામાં આવ્યું હતું.
હાલ હયાત જિલ્લા પંચાયત કેમ્પસમાં જૂની કચેરીના સ્થાને અત્યાધુનિક નવા જિલ્લા પંચાયત કચેરીના નિર્માણ કાર્યનો પ્રારંભ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી સાંસદ ધારાસભ્યઓની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજકોટ ખાતે રૂ.36.17 કરોડના ખર્ચે 14 હજાર ચો.મી. બાંધકામમાં વિવિધ કચેરીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં બીજા નંબરનું સ્ટેટ ઓફ ધ આર્ટ નવું ભવન ગ્રાઉન્ડ પલ્સ ચાર માળનું બનશે. કેમ્પસમાં સીસી રોડ, ફાયર ફાઈટિંગ સિસ્ટમ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, આરોગ્ય વિભાગનો સ્ટોર, કેન્ટીન, અંડર ગ્રાઉન્ડ અને ઓવર હેડ વોટર ટેંક, ટેરેસમાં ચાઇના મોજેક વોટરપ્રૂફિંગ, વિટરીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ સહિત અધ્યતન ભવન નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.
આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ મોમેન્ટો તેમજ જિલ્લા પંચાયતની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્યો ડો.દર્શિતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ, રમેશભાઈ ટીલાળા, જયેશભાઈ રાદડિયા, મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, ડો.ભરતભાઈ બોઘરા, અલ્પેશભાઈ ઢોલરીયા, કારોબારી સમિતિના ચેરમેન પી.જી. કયાડા, વિવિધ સમિતિઓના પદાધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખઓ, કલેકટર પ્રભવ જોશી, જીલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણે સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.