ત્રિપલ તલાક સાથે જોડાયેલું નવું બિલ ગુરૂવારે અંદાજિત 5 કલાક સુધી ચાલેલી ચર્ચા બાદ લોકસભામાં પસાર થઇ ગયું છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ત્રિપલ તલાક પર અધ્યાદેશ જાહેર કરવામાં આવ્યો હતો. લોકસભામાં બિલ પર વોટિંગ દરમિયાન કોંગ્રેસ, AIADMK , દ્રમુક અને સપાના સભ્યોએ વૉકઆઉટ કરી દીધું હતું.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ત્રણ તલાક સાથે જોડાયેલું બિલ મહત્વપૂર્ણ છે, જેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. આ બંધારણને લગતો મામલો છે. હું અનુરોધ કરુ છું કે આ બિલને સંયુક્ત પ્રવર સમિતિને પાસે મોકલવામાં આવે. જોઈન્ટ સિલેક્ટ કમિટીમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહના સભ્યો હોય છે.

જો કોઈ સભ્ય કોઈ બિલમાં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કરે છે તો તેને જોઈન્ટ સિલેક્ટ કમિટીની પાસે મોકલવામાં આવે છે. આ કમિટીના સભ્યોમાં કોણ સામેલ કરવામાં આવશે તેનો નિર્ણય ગૃહ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.