યુનિવર્સીટીને જાણ થતા વિદ્યાર્થી જય પ્રજાપતિનું એન્રોલ્મેન્ટ તાકિદે રદ્ કર્યું
યુનિવર્સિટી અગાઉના પેપર લીક કાંડ હજુ ઉકેલી નથી શકી ત્યાં જય પ્રજાપતિ નામના વિદ્યાર્થીનો ચોરીનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો
એક બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પારદર્શક પરીક્ષાની વાતો કરે છે, જયારે બીજી બાજુ બેફામ ચોરીની ઘટના અને પેપરલીકની ઘટનાથી યુનિવર્સિટી બદનામ થઈ રહી છે !!! જવાબદારો સામે પગલા કેમ નહીં ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદો પૂરા થવાનું નામ નથી લઈ રહ્યા, એક બાદ એક વિવાદ આવતા જાણે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બદનામ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. યુનવર્સિટી અગાઉના પેપર લીક કાંડ મુદો ઉકેલી શકી નથી. ત્યાં જ ગઈકાલે બી.કોમ. સેમ. 1ની પરીક્ષામાં પીડીએમ કોલેજનો વિદ્યાર્થી જય પ્રજાપતિ બેફામ ચોરી કરતો હોયતેવા લાઈવ દ્રશ્યો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ પીડીએમ કોલેજમાં વિદ્યાર્થીનો કાપલી સાથેનો વીડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.જોકે હવે આવી ઘટનાઓ સતત બનતી રહે છે છતા કોઈ ઠોસ પગલા લેવામાં ન આવતા હોવાથી શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામ્યો છે.
એક બાજુ યુનિવર્સિટી મોટી મોટી વાતો કરે છે અને પારદર્શક પરીક્ષા લેવામાં આવતી હોવાની સ્પષ્ટતા કરે છે.જયારે બીજી બાજુ બેફામ ચોરીના કેસ અવાર નવાર સામે આવતા હોવાથી જાણે યુનિવર્સિટીને કંલક લાગ્યું હોય તેવી ઘટના પુરી થવાનું નામ જ લેતી નથી. યુનિવર્સિટીની પરીક્ષામાં કઈ પ્રકારે લોલંલોલ ચાલે છે તે દર્શાવતો વિડીયો વાયરલ થયો છે. જેમાં એક વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ પોતાના મોબાઈલમાં ઉતરવહી પડી હોય અને બાજુમાં ચિઠ્ઠી રાખી હોયતેવો વિડીયો વાયરલ થયો છે. આ મામલે તપાસ કરતા શહેરના ગોંડલ રોડ પર સ્થિત પી.ડી.એમ. કોલેજમાંથી વિદ્યાર્થીએ વિડીયો વાયરલ કયો હર્તો.
ગઈકાલે યુનિ.ની પરીક્ષામાં જે વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષાએ કાપલી સાથેનો વિડીયો શેર કર્યો છે. તેમાં તે વિદ્યાર્થીના અગાઉના પેપરનાં આન્સર બુક નંબર દેખાય છે. અને આ વિદ્યાર્થી કોણ છે તેની પણ જાણ થઈ ગઈ છે. જોકે હવે વિદ્યાર્થીનો સંપર્ક સાધવાની કોશીષ કરવામાં આવી પણ તેનો ફોન બંધ આવે છે.તેમ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ કમલેશ જોશીએ જણાવ્યું હતુ.
જે રીતે યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામક કયુપીડીએસ સિસ્ટમ લાગુ કરવા પરીક્ષામાં ઓબ્ઝર્વર નિયુકત કરવા, સ્કવોડ મોકલવા, સીસીટીવી ચેકિંગના દાવા કરી રહ્યા છે. ત્યારે આ વીડીયો પ્રુફ છે કે તમામ યુનિવર્સિટીનાં પ્રશ્ર્નો, પારદર્શક પરીક્ષા લેવામાં નિષ્ફળ નીવડયા છે.
ભૌતિક કચરાની સાથે શિક્ષણ જગતમાં પેધી ગયેલો શૈક્ષણિક કચરો પણ સાફ થાય તે જરૂરી: ડો. નિદત બારોટ
ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સજજન અને વિદ્વાન વ્યકિત છે.ગાંધી વિચારો દ્વારા તેમનું જીવન પ્રભાવિત થયું હોય તેવું હમણા હમણા લાગી રહયું છે.છેલ્લા થોડાક જ દિવસમાં તેઓએ આઠ – દસ વખત મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠની રૂબરૂ મુલાકાત લીધી અને ત્યાંનો કચ2ો સાફ ક2વાની ઝુંબેશ શરૂ કરી . કોઈપણ શૈક્ષણિક સંકુલ કચ2ાથી મુકત બને અને સફાઈ થાય તે હંમેશા આવકાર્ય જ હોય . આચાર્ય દેવવ્રતજીની આ ઝુંબેશમાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ જોડાઈ રહયા છે તે પણ આનંદની વાત છે. આચાર્ય દેવવ્રતજી હોદાગત રીતે ગુજરાતની જુદી જુદી સ2કારની સહાયથી ચાલતી યુનિવર્સિટીઓના હોદાગત ચાન્સેલ2 છે . એટલે કે ગુજરાત યુનિવર્સિટી , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી , ઉતર ગુજરાત યુનિવર્સિટી , જુનાગઢ યુનિવર્સિટી , આંબેડકર યુનિવર્સિટી વગેરે યુનિવર્સિટીઓના તેઓ ચાન્સેલ છે.ગુજરાત વિદ્યાપીઠમાં કચરાના ઢગલા નજરે પડયાં અને તેઓની ત્યાં મુલાકાત વધી અને ગુજરાત વિદ્યાપીઠમાં સફાઈ શરૂ થઈ.સૌ.યુનિ.માં સિન્ડીકેટ સભ્યોએ ભેગા મળીને અધ્યાપકોની ભરતી માટેનું વોટસએપ કાંડ કર્યું આમ છતા આ સિન્ડીકેટ સભ્યોને ઘરે બેસાડીને યુનિ.ની સફાઈકરવાની તક ચૂકી ગયા.
કોલેજને ખુલાસો પુછાયો, હવે કડક પગલા લેવાશે: કુલપતિ
સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગીરીશ ભીમાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, જે વિદ્યાર્થીનો ચોરી કરતો વીડીયો વાયરલ થયો છે. તેમાં વિદ્યાર્થીનું એનરોલમેન્ટ અમે તાકીદે રદ કર્યું છે. કોલેજને પણ ગઈકાલે જ ખુલાસો પુછવામાં આવ્યો છે. બે દિવસમાં ખુલાસો આવ્યા બાદ જે કોઈ પણ દોષીત હશે તેની સામે પગલા લેવામાં આવશે અને કડક કાર્યવાહી થશે. આજે પરીક્ષા નિયામક સાથે મીટીંગ બાદ આગામી તમામ પરીક્ષાઓમાં આવી ઘટના ન બને તે માટે શું શું કરવું કેવી રીતે ચોરી અટકાવવી તેના પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
સૌ.યુનિ. સંલગ્ન મોટા ભાગની કોલેજોમાં બેફામ ચોરીઓ થાય છે છતા કોઈ પગલા લેવાતા નથી !!
સૌ.યુનિ.નો ઈતિહાસ ગવાહ છે કે, વારંવાર પરીક્ષાખંડમાં ચોરીઓની ઘટના સામે આવતી જ રહે છે. ત્યારે યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજ સામે સવાલો ઉભા થાય છે પરીક્ષામાં મોબાઈલ કે સ્માર્ટ વોચ લઈ જવા પર પ્રતિબંધ છે. છતા મોબાઈલ લઈને વિદ્યાર્થીઓને કેમ પ્રવેશ અપાય છે. તેના પર પણ સવાલ છે.
યુનિ.દ્વારા કયુપીડીએસ સિસ્ટમ લાગુ કરવા, પરીક્ષામાં ઓબ્ઝર્વર નિયુકત કરવા, સ્કવોડ મોકલવા, સીસીટીવીથી ચેકીંગના દાવાઓ થઈ રહ્યા છે. તે તમામ પોકળ સાબિત થાય છે.કેમકે, અબતકના પણ રીયાલીટી ચેકમાં સામે આવ્યું છેકે, યુનિવર્સિટી સંલગ્ન મોટાભાગની કોલેજોમાં કાપલી અને ફોન દ્વારા બેફામ ચોરી થઈ રહી છે. શિક્ષણ જતમાં પણ આના ઘેરા પ્રત્યાઘાત થયા છે. ત્યારે હવે યુનિવર્સિટી પારદર્શક પરીક્ષા લેવા કયારે સફળ થશે ? તે સવાલ પણ ઉભા થયા છે.
પરીક્ષા ખંડમાં માત્ર સુચના અપાય છે ચેકીંગ થતું નથી
દર વર્ષે સૌ.યુનિ. સંલગ્ન કોલેજોમાં બેફામ ચોરી થતી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. કોલેજોમાં વિદ્યાર્થી પરીક્ષા દેવા આવે ત્યારે લોકલ સુપરવાઈઝર દ્વારા માત્રનેમાત્ર વિદ્યાર્થીઓને સુચના આપવામાં આવે છે જોકે ચેકીંગ તો દૂર દૂર સુધી થતુ નથી ત્યારે ઘણી કોલેજો એવો છે જેમાં વિદ્યાર્થીઓ સ્માર્ટ ફશેન લઈને પરીક્ષા ખંડમાં પ્રવેશ કરે છે. અને બેફામ ચોરીઓ કરતા હોય છે. છતા પણ કેમ પગલા લેવામાં આવતા નથી ? તે પ્રશ્ર્ન યુનિવર્સિટીના શિક્ષણ જગતમાં ચર્ચાઈ રહ્યો છે.
વિદ્યાર્થીનો ફોન બંધ, બ્લોક સુપરવાઈઝરની તપાસ શરૂ: ઈન્ચાર્જ પ્રીન્સીપાલ
પી.ડી.એમ. કોલેજના ઈન્ચાર્જ પ્રીન્સીપાલ કમલેશ જોશીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ગઈકાલે જે વિદ્યાર્થીનો વીડીયો સોશ્યલ મીડીયામાં ફરતો થયો છે તે વિદ્યાર્થીની પૃષ્ઠી થઈ ગઈ છે. તેનો સંપર્ક સાધવાની કોશિષ કરી છે પરંતુ તેનો ફોન બંધ આવે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતુકે, સીનીયર સુપરવાઈઝર અને બ્લોક સુપરવાઈઝર કોણ હતુ તેની પણ તપાસ હાલમાં ચાલુ છે. અને તેની જાણ થતાની સાથે જ તેની સામે પૂછપરછ કરી એકશન લેવામાં આવશે અને યુનિવર્સિટીને ખુલાસો મોકલવામાં આવશે.
આવા શૈક્ષણીક કચરાને સાફ કરવું અતિ આવશ્યક છે.વિશ્ર્વ વિદ્યાલયમાં ખટારો ભરીને કચરો કાઢવો જેટલો આવશ્યક છે તેટલું જ આવશ્યક શૈક્ષણીક કચરો સાફ કરવો પણ છે. આપના દ્વારા ગુજરાત વિદ્યાપીઠમાં જે કામગીરી થઈ છે. તેવી જ કામગીરી ગુજરાતની અન્ય સરકારી યુનિ.ઓમાં થાય તે આવકાર્ય છે. ભૌતિક કચરાની સાથે શિક્ષણમા પેધી ગયેલો શૈક્ષણીક કચરો પણ સાફ થાય તેવી શિક્ષણ જગત અપેક્ષા રાખવાનું ડો. નિદત બારોટે જણાવ્યુંહતુ.