અયોધ્યા ન્યુઝ

અયોધ્યા એરપોર્ટ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. આના એક દિવસ પહેલા (27 ડિસેમ્બર) અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા ધામ જંકશન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (30 ડિસેમ્બર) અયોધ્યાની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ મોદી એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. વડા પ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, અયોધ્યાના અત્યાધુનિક એરપોર્ટના પ્રથમ તબક્કાને 1,450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો વિસ્તાર 6500 ચોરસ મીટર હશે, જે વાર્ષિક અંદાજે 10 લાખ મુસાફરોને સેવા આપવા માટે તૈયાર હશે.

ટર્મિનલ બિલ્ડીંગનું નિર્માણ શ્રી રામ મંદિરના મંદિર સ્થાપત્યને પ્રતિબિંબિત કરે છે. અયોધ્યા એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ વિવિધ સુવિધાઓથી સજ્જ છે જેમાં ઇન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, એલઇડી લાઇટિંગ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ફુવારાઓ સાથે લેન્ડસ્કેપિંગ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલાર પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે.

અયોધ્યા ધામ જંકશનની વિશેષતા

પુનઃવિકાસિત અયોધ્યા રેલ્વે સ્ટેશનનો પ્રથમ તબક્કો 240 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. અયોધ્યા ધામ જંકશન રેલ્વે સ્ટેશન તરીકે ઓળખાતું ત્રણ માળનું આધુનિક રેલ્વે સ્ટેશન લિફ્ટ, એસ્કેલેટર, ફૂડ પ્લાઝા, પૂજા જરૂરિયાતો માટેની દુકાનો, ક્લોક રૂમ, બાળ સંભાળ રૂમ, વેઇટિંગ હોલ જેવી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

પીએમ મોદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાગ લેશે. આ ઉપરાંત ઘણા નેતાઓ અને કલાકારો આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.