ડોલવણ તાલુકાના ઢોડીયાવાળ ગામનો કિસ્સો
ડોલવણ તાલુકાના ઢોડીયાવાળ ગામે સુભાષભાઈ પટેલના ઘરની બાજુમાં ઉંદરના દરમાં સાપ દેખાતા ઉનાઈ જંગલ કલબના સભ્યને જાણ કરાઈ હતી.
જ્યાં જંગલ કલબના સભ્યો અંકિત પટેલ, સાહિલ ચૌધરી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને જઈને જોતા દરમાં કોબ્રા નાગ હોવાનું માલુમ પડયું હતું. દરના ખોદકામ વેળા આશ્ચર્ય વચ્ચે કોબ્રા નાગ અને નાગણનું જોડું અને સાથે તે જ દરમાંથી નાગના દસ બચ્ચા પણ મળી આવ્યા હતા. આ નાગ-નાગણના જોડાને સાવચેતીપૂર્વક પકડી દસ બચ્ચા સાથે સંસ્થા પર લાવ્યા બાદ જંગલમાં સહીસલામત મુક્ત કરવામાં આવ્યા હતા.