રાજકોટ શહેરમાં કણકોટ રોડ પાસેના વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીતા સાથે પાડોશી શખ્સે મિત્રતા કેળવી તેના ઘરે જઈ તેના પર દુષ્કર્મ ગુજારી અંગત પળોનો વિડિયો બનાવી તે વિડિયો વાયરલ કરવાની ધમકી આપી સબંધ રાખવા દબાણ કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા તેમને તાલુકા પોલીસમાં ફરિયાદ કરતા નરાધમ સામે તાલુકા પોલીસે ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.
નરાધમે સંબંધ રાખવા દબાણ કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા તાલુકા પોલીસે ગુનો નોંધી સકંજામાં લીધો
વિગતો મુજબ શહેરમાં કણકોટ રોડ પાસેના વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદમાં આરોપીમાં તેના પાડોશમાં રહેતા નિલેશ રમેશભાઈ પાલાનું નામ આપ્યું હતું ભોગ બનનારે પોલીસને જણાવ્યું છે કે ચારેક માસ પહેલા તેના બિલ્ડિંગમાં અગાઉ આરોપી નિલેશ પાલા રહેવા આવ્યો હતો. આડોશપાડોશમાં કોઈ રહેતું ન હોવાથી આરોપીએ તેના પતિ સાથે ધીરે – ધીરે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ બન્નેના પરિવારો વચ્ચે ઘરે આવવા જવાના સંબંધ થયા હતા. આરોપીને કોઈ બહેન ન હોવાથી શરૂઆતમાં તે તેને બહેન કહેતો હતો અને આરોપીના પિતા તેને દીકરી માનતા હતા. બન્ને પરીવારો વચ્ચે સારા સંબંધ બંધાતા તેનો ફોન નંબર આરોપી અને તેના પરીવાર પાસે હતા. ગત સપ્ટેમ્બર માસમાં આરોપીએ તેને ” મેસેજ અને ફોન કરવાનું ધીમે ધીમે ચાલુ – કરતા બન્ને ફોનમાં વાતચીત થતી હતી. આશરે બે માસ પહેલા તેના પતિ નોકરીએ ગયા હોય તેનો લાભ લઈ આરોપીએ તેના ઘરે જઈ હવસનો શિકાર બનાવી હતી અને તેનો વીડિયો પણ મોબાઈલમાં ઉતારી લીધો હતો. ત્યારબાદ પણ બન્ને વચ્ચે ફોન અને મેસેજમાં વાતચીત થતી હતી.
બાદમાં આરોપી સાથે સંબંધ વધારવો ન હોવાથી ધીમે-ધીમે વાતચીત બધુ ઓછુ કરી દીધુ હતું. આથી આરોપીએ તુ કેમ મને મેસેજમાં જવાબ આપતી નથી કે ફોન શુ કરતી નથી. જો તું આવું જ કરતી રહીશ તો આપણી એકાંત પળનો વીડિયો છે તે વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આરોપી વારંવાર ફોન કરી મળવાનું કહેતો હોય તે તાબે નહીં થતાં સંબંધ – રાખવા માટે તેના પતિ અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાથી કંટાળી ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે પરિણીતાની ફરીયાદ પરથી નિલેશ પાલા સામે ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.