પિડીતાના ભાઈની હત્યાની  ધમકી દઈ દુષ્કર્મ આચયું

છેલ્લા છ-સાત મહિનાથી શરીર સબંધ  રાખવા દબાણ કરતા યુવકના તાબે ન થનાર યુવતીની એકલતાનો લાભ લઇ વિસાવદર પંથકમાં એક નરાધમ શખ્સે યુવતી સાથે દુષ્કર્મ આચરતા આ કલયુગી સૈતાન સામે વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર,  વિસાવદર તાલુકાના રાજપરા ગામે રહેતો ગુલાબશા કાળુશા પઠાણ તેના જ ગામની એક 23 વર્ષીય યુવતીને છેલ્લા છ-સાત મહિનાથી શરીર સબંધ  રાખવા દબાણ કરતો હતો  અને યુવતીને તથા તેના ભાઇને મારી નાખવાની ધમકી આપતો હતો, જેથી બીકના લીધે યુવતીએ ધરમાં કોઇને વાત કરેલ નહિ, પરંતુ યુવતી નફટ યુવકના તાબે ન થતા અંતે નરાધમ શખ્સ ગુલાબશા કાળુશા પઠાણ યુવતી એકલી હતી ત્યારે યુવતીની એકલતાનો  લાભ લઇ, યુવતી સાથે જબરજસ્તીથી એકવાર દુષ્કર્મ આચરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પીડિતા  એ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા વિસાવદર પી.એસ.આઈ. આર.બી.ગઢવી એ ફરિયાદના આધારે આરોપી શખ્સને પકડી પાડવા તજવીજ હાથ ધરી, ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.