- દેશનાં 554 જેટલા શહેરોમાં કુલ 13 ભાષામાં આ પરીક્ષા લેવાશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મેડિકલના પ્રથમ વર્ષ એમબીબીએસ સહિતના કોર્સમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે ઇચ્છૂક વિદ્યાર્થીઓ આગામી તા.9 માર્ચ સુધી ચાલશે. દેશનાં 554 જેટલા શહેરોમાં કુલ 13 ભાષામાં આ પરીક્ષા લેવાશે. તા.14 જૂન-2024ના રોજ પરિણામ જાહેર કરાશે. નીટના પરિણામના પર્સન્ટાઇલને મેડિકલના પ્રવેશ વખતે ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. જોકે આ વખતે પર્સન્ટેજને ધ્યાનમાં રાખવામા આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
પરંતુ એ અંગેની કોઇ સ્પષ્ટતા હજી સુધી કરવામાં આવી નથી.નીટ યુજીના ફોર્મ ભરવાની નોટીસ પ્રસિદ્ધ કરવાની સાથે એનટીએ દ્વારા ઇન્ફોર્મેશન બુલેટીન અભ્યાસક્રમ અને એક્ઝામની પેટર્ન પર જાહેર કરી છે. નીટ-યુજીના ફોર્મ ભરવાની નોટીસ પ્રસિદ્ધ કરવાની સાથે સાથે ઈન્ફર્મેશન બુલેટીન, અભ્યાસક્રમ અને એક્ઝામની પેટર્ન પણ જાહેર કરી છે.
નોટીસમાં પ્રસિદ્ધ કરાયેલી વિગત મુજબ, આગામી તા.5 મે-2024ના રોજ પરીક્ષા યોજાશે. પરીક્ષાનો સમય બપોરે 2થી સાંજના 5:20 કલાકનો રહેશે, જેમાં 3 કલાકને 20 મિનિટનો સમય આપવામાં આવશે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, પંજાબી, તામીલ, તેલગુ, ઉર્દુ સહિત જુદી જુદી કુલ 13 ભાષામાં પરીક્ષા લેવાશે.