અંજાર તાલુકા જ ગામનાં યુવાને સગીરાને લગ્નની લાલચ આપી ભચાઉ તાલુકાના સુખપર ગામના વાડી વિસ્તારમાં દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ દુધઈ પોલીસ મથકે નોધાયો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અંજાર તાલુકાના જ ગામમાં રહેતો સામજી પાંચા કોળી નામના યુવાને ફરિયાદીની બહેન ૧૬ વર્ષની વય ધરાવતી કાકાઈ નણંદને આરોપીએ લગ્નની લાલચ આપીને ફોસલાવીને ભચાઉ તાલુકાના સુખપર ગામની વાડી વિસ્તારમાં ઈચ્છા વિરૂધ્ધ છ માસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતુ આરોપી વિરૂધ્ધ કલમ ૩૭૬ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે