કિલોમીટર પુરા થઇ ગયા છતાં દોડાવવામાં આવી રહી છે: ગઢાળાના સરપંચ
ગઢાળાના સરપંચ નારણભાઇ આહિરે જણાવેલ કે શહેર ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૮ ની સુવિધા લોકોની સુખાકારીછે પણ ૧૦૮ એમ્બ્યુલન્સ છેલ્લા ઘણા સમય થવા ખબધલ હાલતમાં છે વરસાદને કારણે એમ્બ્યુલન્સમાં પાણી પડે છે. રોડ, રસ્તા ઉપર ૧૦૮ એમ્બ્યુલેન્સ ગમે ત્યારે બંધ પડી જાય તેવી પરિસ્થિતિમાં આવી ગઇ છે.
બોડી કામ નબળુ પડી જવાને કારણે દર્દીને ધોધાટનો સામનો કરવો પડે છે. ૧૦૮ એમ્બ્યુલન્સના નિયમ મુજબ તેના કિલોમીટર પણ પુરા થઇ ગયા છે ત્યારે રાજયના આરોગ્ય વિભાગે ઉપલેટામાં ૧૦૮ એમ્બ્યુલન્સ નવી ફાળવવા ગઢાળાના સરપંચ નારણભાઇ આહીરે માંગણી કરેલ છે.