ગુજરાતીમાં કહેવત છે કે કોઈ ન હોય ત્યાં કોઈક ને કોઈક સર્વસ્વ થઈ જ જાય છે, રણમાં એરંડો પ્રધાન ગણાય એમ અત્યારે દુનિયામાં અમેરિકાની આર્થિક બોલબાલા અને વૈશ્વિક કુટનીતિથી અમેરિકા પોતાના ડોલરના પ્રભાવથી સમગ્ર વિશ્વ પર બુદ્ધિક અધિપતિઓ ભોગવી રહ્યું છે 21મી સદીના વિશ્વમાં હવે યુદ્ધ અને સૈન્ય ક્ષમતા હવે શક્તિશાળી રાષ્ટ્ નું માપદંડ રહ્યું નથી હવે તો આર્થિક રીતે સધ્ધર થનારા દેશને જ દુનિયા સલામ કરે ઉદ્યોગિક ક્રાંતિ અને ટેકનોલોજીથી જાપાન ની દુનિયામાં બોલબાલા છે ભૂતકાળમાં ઔદ્યોગિક વિકાસથી જર્મનીની દાદાગીરી ચાલતી હતી હવે અત્યારે અમેરિકાનો યુગ ચાલી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરના વિનિમયથી અમેરિકા પરોક્ષ રીતે સમગ્ર વિશ્વને બાનમાં રાખી રહ્યું છે જોકે હવે ડોલરના વળતા પાણી શરૂ થયા હોય અને બ્રિટનને શરૂ કરેલી ડોલરની આત્મા નિર્ભરતા ઘટાડવાની પહેલ ક્રમશ સમગ્ર વિશ્વમાં પ્રસરે તે તમામ માટે જરૂરી છે બ્રિક્સના દેશોએ પોતાનો વ્યવહાર ડોલરની અવેજી માં કરવાનું અને પોતપોતાના ચલણ વાપરવાની તૈયારી શરૂ કરી છે.
બ્રિક્સના દેશોના આ વલણથી ભારત સહિતના અનેક મજબૂત સ્થાનિક અર્થવ્યવસ્થા ધરાવતા દેશોને ફાયદો થશે બ્રિક્સ સાથે રશિયા ચીન અને ભારત જેવા દેશો ડોલરના બદલે પોતપોતાના ચલણ વાપરવાનું વલણ અત્યાર કરે તો વિશ્વ વેપારમાં એક મોટું પરિવર્તન અને અમેરિકાની જગત જમાદારી નો રોફ ધીરે ધીરે ઓશ રે તેમાં બે મત નથી પરંતુ બ્રિક્સની આંતરરાષ્ટ્રીય સ્તરે અર્થ વ્યવસ્થા મજબૂત કરવાની પહેલરૂપે ડોલરની નિર્ભરતા ઘટાડવા પોતાના ચલણ બહાર પાડવાની કવાયત સમગ્ર વિશ્વમાં અસર ઊભી કરે તો સમય અને સંજોગો સૌથી વધુ ભારતના ફાયદામાં આવે તેવો તેમાં બે મત નથી