દૂધ ઉત્પાદન કરતા પ્રમુખ રાજયોમાં ગુજરાત ત્રીજા ક્રમે
દૂધ ઉત્પાદન કરતા રાજયોમાં ગુજરાતનું સન ત્રીજા નંબરે છે ત્યારે દૂધના ક્ષેત્રોમાં ફરી એક વખત ગુજરાત વિકાસના શિખરો સર કરે તે માટે વધુ એક કુરીયનની જ‚ર ઉભી ઈ છે.
દૂધ ઉત્પાદન કરતાં પ્રમુખ રાજ્યોમાં ગુજરાત ત્રીજા ક્રમના રાજ્ય તરીકે એસોચેમના એક સર્વેમાં સામે આવ્યું છે. પરંતુ તેની સો સો ગુજરાતે દૂધ ઉત્પાદનના ક્ષેત્રે ટોચના ક્રમે પહોંચવા લાંબી સફર કાપવાની જરૂર હોવાનું આ સર્વેમાં જણાવ્યું છે. મોટાભાગના રાજ્યોમાં ટકાવારીની દૃષ્ટિએ દૂધનું ઉત્પાદન બે આંકડાઓમાં યું છે, ત્યારે ગુજરાતમાં એક વર્ષમાં માત્ર પાંચ ટકાનો વધારો યો છે. જે દેશની કુલ સરેરાશ છ ટકાી પણ ઓછું ઉત્પાદન દર્શાવે છે. એવી જ રીતે ડેરી પ્રોડક્ટના ઉત્પાદનમાં તો ગુજરાતમાં ૧૪%નો ઘટાડો દર્શાવાયો છે. જ્યારે કે આ ક્ષેત્રે દેશભરમાં રોજગારીમાં ૨૮%ના વધારાની સામે ગુજરાતમાં રોજગારીમાં ૧૪%નો જ વધારો યો હોવાનું એસોચેમના સર્વેમાં સામે આવ્યું છે.
એસોચેમ ઇકોનોમિક રિસર્ચ બ્યૂરો દ્વારા તાજેતરમાં હા ધરાયેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના વર્ષ ૨૦૧૫-૧૬ના આંકડાકીય માહિતી પ્રમાણે કુલ ૧૫૫ મિલિયન ટન દૂધ ઉત્પાદનના ૧૭% એટલે કે ૨૬ મિલિયન ટન દૂધ ઉત્પાદન સો ઉત્તરપ્રદેશ દેશમાં ટોપ પર છે. ત્યારબાદ ૧૨%ના ઉત્પાદન સો રાજસન બીજા ક્રમે આવે છે. જ્યારે કે ગુજરાત ૭.૯% સો ત્રીજા ક્રમે આવે છે, પરંતુ વર્ષ ૨૦૧૪-૧૫ી વર્ષ ૨૦૧૫-૧૬માં માત્ર ૫%નો વધારો ગુજરાતમાં યો છે. તેી ગુજરાતને આ ક્ષેત્રે રણનીતિ વિકસાવીને ગ્રામ્ય કક્ષાએ પહોંચીને માર્કેટનું વિસ્તરણ કરવું જોઇએ.
એસોચેમના સેક્રેટરી જનરલ ડી.એસ. રાવતે જણાવ્યું હતું કે,ડેરી ક્ષેત્રે દેશમાં ફક્ત ગ્રામ્ય વિસ્તારમાં જ નહીં, પરંતુ અનેક સ્તરે રોજગારી પુરી પાડે છે. ડેરી ક્ષેત્ર દેશમાં ગરીબી દૂર કરવાનું મહત્ત્વનું માધ્યમ પણ બની રહ્યું છે