વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતું “ભારત” હવે મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ પગલા માંડી રહ્યું છે ત્યારે ,આર્થિક ,ઔદ્યોગિક, કૃષિવિકાસ ના સશક્તિકરણ ની સાથે સાથે “જનઆરોગ્ય ની જાળવણી” અને સ્વાસ્થય સંબંધી સુવિધાઓ ને વિશ્વસ્તરીય બનાવવાની મહત્વની કામગીરી વેગવાન બનાવાય છે, કોરોના કાળમાં વૈશ્વિક સ્તરે ભારતના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે કોરોનાની દવા ના ઉત્પાદનથી લઈ રસીકરણ જુમ્બેશ ની સફળતાથી વૈશ્વિક ધોરણે વિશ્વાસનું એક નવો અને અકલ્પ્ય સીમા ચિન્હ પ્રસ્થાપિત કર્યો છે.

આજે ભારતમાં તબીબી સારવાર ની ઉપલબ્ધિ માલેતુંજારો ની જેમ ગરીબો માટે પણ સરળ બની છે માઅમૃતમ, આયુષ્યમાન કાર્ડ ના માધ્યમથી કોઈ દર્દી પૈસાના અભાવે સારવાર વિના જિંદગી સામે હારી જવા માટે મજબૂર નથી રહ્યો, માલેતુંજારો ની જેમ સામાન્ય દર્દી પણ હાર્ટ અટેક થી લઈને કોઈ પણ પ્રકારની સર્જરી અને કેન્સર જેવા એક જમાનાના ’લા- ઇલાજ ’ગણાતા દર્દમાં પણ ટોચની હોસ્પિટલોમાં સારવાર મેળવવા સક્ષમ બન્યું છે.  તે પણ એક આગવી ઉપલબ્ધ જ ગણાય ..અત્યારે સશક્ત લોકતંત્ર, અર્થતંત્ર ,સંરક્ષણ તંત્ર ની જેમ આરોગ્યતંત્રની સુદ્રઢ ,સક્ષમ ,વ્યવસ્થા ને પણ પ્રાયોરિટી આપવામાં આવી રહી છે આરોગ્ય ક્ષેત્રના પાયાના પરિમાણ દવાના ઉત્પાદન ગુણવત્તા ઉપલબ્ધિ માં પણ પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે,

ભારતમાં ઉત્પાદિત દવાઓની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે તેવી પ્રતિભદ્ધતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયાએ વ્યક્ત કરી છે ,દવા બનાવતી 31 થી વધુ કંપનીઓના ઉત્પાદન પર ગુણવતાની ઉણપના કારણે પ્રતિબંધ મૂકવાની સાથે સાથે 50થી વધુ કંપનીઓના લાઇસન્સ રદ કરીને દેશમાં દવામાં ભેળસેળ કરી નાણા કમાનારા દેશના દુશ્મનોને એક આગવી ચેતવણી આપી છે ..સશક્ત રાષ્ટ્ર માટે જેવી રીતે અભેદ સુરક્ષા કવચ અનિવાર્ય છે તેવી રીતે આરોગ્ય વ્યવસ્થા અને ખાસ કરીને દવા અને સારવાર પણ અવ્વલ દરજ્જાની હોવી જોઈએ ..દવા માં ભેળસેળ જરા પણ સાખી ન લેવાય દવાની ગુણવત્તા માટે ની સરકારની દરકાર  મજબૂત રાષ્ટ્ર નિર્માણ ની ગતિ નું પરિમાણ ગણાય તે હકીકત સિદ્ધ કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસશીલ સરકાર સંપૂર્ણપણે સફળ બની રહી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.