ભગવતસિંહજીએ બનાવેલી ઐતિહાસિક ધરોહર જર્જરીત હાલતમાં સમાર કામ કરવાની લોકમાંગ
ધોરાજી શહેરમાં ભગવતસિંહ બાપુ એ બનાવેલ દરબાર ગઢ અને ત્રણ દરવાજા તેમજ રેલ્વે સ્ટેશન નો ટાવર ભગવતસિંહજી બાપુ ની ઐતિહાસિક ધરોહર છે ધોરાજી પંથક ની આત્રણેય મોટી ઓળખ છે રાજા રજવાડા વખતી આ ઈમારતો બનાવેલ છે પણ આ ઈમારતો બનાવેલ છે તેનાં પણ ઘણા વર્ષો વીતી ગયાં છે ત્યારે આ ઈમારતો ધૂળ ખાતી અને જર્જરીત હાલતમાં છે ઘણાં વર્ષો થયાં તંત્ર દ્વારા કોઈપણ જાતની આ ઈમારતો ની માવજત કરવામાં આવી નથી જેથી આ ભગવતસિંહ જી ની આ અમૂલ્ય વારસો અને ધરોહર તથા ઐતિહાસિક ઈમારતો જર્જરીત હાલતમાં હોય જેનુ રીનોવેશન કામ ની તાતી જરૂરિયાત છે આ ત્રણ દરવાજા તેમજ રેલ્વે સ્ટેશન નો ટાવર તથા દરબાર ગઢ જેવાં ઐતિહાસિક ધરોહર ને કાયમી સાચવવા માટે તંત્ર કે સરકાર શ્રી દ્વારા રીનોવેશન કામ તાત્કાલીક કરવામાં આવે તેવી ધોરાજી નાં સ્થાનિક એવાં વિવેકાનંદ ગૃપ ના આગેવાન રાજુ ભાઇ એરડા ઐતિહાસિક અને અમુલ્ય વારસો સાચવવા માટે આગળ આવ્યા છે આ ઈમારતો જર્જરીત હાલતમાં હોય જેનુ રીનોવેશન કામ ની તાતી જરૂરિયાત છે તેવી માંગણી છે.