ભારતમાં ખુબ જ ક્ષમતા ધરાવે છે. હજુ ઉત્તરોતર પ્રગતિ કરી શકે તેમ છે !
જન આરોગ્ય અને ટેકનોલોજી વિષે વાત કરતા વિશ્ર્વના સૌથી ધનીક વ્યકિત બીલ ગેટસે જણાવ્યું હતું કે એક વિચાર વિશ્ર્વભરને બદલવા પુરતો પુરવાર થાય છે.સૌથી પૈસાદાર હોવા છતાં બીલ ગેટસ ખુબજ પરોપકારી છે. આટલી નામના મેળવ્યાનું કારણ તેમની તીવ્રતા અને સચોટ હિસાબ છે. જેની આંખોમાં દુનિયાને બદલનારી ક્ષમતા જળવાય આવે છે.સતત ઘ્યેપ્રત્યે રૂઢીચુસ્ત રહે છે આ પ્રયોગની સફળ પ્રણાલીરૂપ આપણે માઇક્રોસોફટનો તેનો શ્રેય આપી શકીએ છીએ.ભારત વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલ દેશ ખુબ જ સારી પ્રગતિ કરી રહ્યું છે.પરંતુ જયારે ભારતની શિક્ષણ પઘ્ધતિ વિશે વાત કરવામાં આવે ત્યારે મને ખુબ જ નિરાશા અનુભવાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તે હજુ ખુબ ઉત્તમ થવી જોઇએ.હું વધુ સારી શિક્ષણ પ્રણાલીની અપેક્ષા રાખુ છું.તેમાં હજુ ઉત્તરોતર વૃઘ્ધિ થાય અને વિકાસ થાય તેવી તેમને આશા છે. આ સહીત ભારતના ગામડાઓની ટોયલેટની સમસ્યા વિષે પણ તેમણે મુકત મને વાત કરી હતી.દરેક સામાજીક મુદ્દાઓ વિષે તેમણે ચર્ચા કરી હતી. અને પોતાનો મંતવ્ય જણાવ્યો હતો.