પ્રકૃતિ ઉપવનના પ્લોટ હોલ્ડરને વિવાદમાં ઘસેડવાનો બિલ્ડરનો કારસો
પ્રકૃતિ ઉપવનના સર્વે નં. ૩૪,૩૫ અને ૩૮ની જમીનને કોર્ટના હુકમને કોઈ સંલગ્ન નથી
ગંગા પાર્ક અને જમના પાર્કની સર્વે નં. ૩૬ અને ૩૭ની જમીન મામલે ગોંડલની અદાલતે સ્ટેટસકવો આપ્યો
લોધીકા તાલુકાના ગામ દેવગામના રેવન્યુ સર્વે નં. ૩૬ અને ૩૭ની જમીન કે જે જમુના પાર્ક તથા ગંગા પાર્ક તરીકે ઓળખાય છે. તે બીનખેતીના પ્લોટો ‘પ્રકૃતિ ઉપવન’નો કોઈપણ ભાગ નથી અને આ પ્લોટો સંબંધે વિજયભાઈ અમલાણી દ્વારા સ્વતંત્ર સાટાખત કરી કરારના વિશિષ્ટ પાલન કરવા અંગેના જુદા જુદા બે દાવાઓ કરેલા જે બંને દાવાઓમાં જીતુલ જેન્તીલાલ કોટેચા અને તેના ભાઈઓ મુકુલ જેન્તીલાલ કોટેચા, કેતન જેન્તીલાલ કોટેચા અને ઓમ પ્રકાશ જેન્તીલાલ કોટેચા દ્વારા કરી આપવામાં આવેલા.
આ બંને દાવાઓમાં ‘જમુના પાર્ક’ અને ‘ગંગા પાર્ક’ની જમીનો હતી તે જમીનમાં ‘પ્રકૃતિ ઉપવન’ કે જેના રેવન્યુ સર્વે નં. ૩૪, ૩૫ અને ૩૮ છે તેનો સમાવેશ થતો નથી. કારણ કે, ‘પ્રકૃતિ ઉપવન’ની જમીન ‘જમુના પાર્ક’ તથા ‘ગંગા પાર્ક’ની જમીનથી અલગ અને કોઈ નિસ્બત નથી. પરંતુ કરારનાં વિશિષ્ટ પાલનના દાવામાં નીચેની અદાલતે ‘જમુના પાર્ક’ અને ‘ગંગા પાર્ક’ની જમીન કે જેમાં ‘પ્રકૃતિ ઉપવન’ની કોઈપણ જમીનનો સમાવેશ થતો નથી. તે જમીનોમાં જીતુલ કોટેચા અને તેમના ભાઈઓ કોઈપણ સ્વપે ટ્રાન્સફર , ગીરો, વેચાણ કરવી નહી તેમજ તે જમીનનો કબજો વિજયભાઈ અમલાણી પાસે રહેલો છે તે કબજા સંબંધે મનાઈ હુકમ આપેલો સદરહું મનાઈ હુકમ હાઈકોર્ટમાં પણ માન્ય રાખવામાં આવેલ હતો.
બાદ વિજયભાઈ અમલાણી દ્વારા રેગ્યુલર દિવાની અપીલ નં.૨/૨૦૧૮તથા રેગ્યુલર દિવાની અપીલ નં. ૩/૨૦૧૮ દાખલ કરી દેવગામન રેવન્યુ સર્વે નં. ૩૬ અને ૩૭ સંબંધે મનાઈ હુકમની માંગણી કરવામા આવતા અદાલતે ઉપરોકત જીતુલ જેન્તીલાલ કોટેચા અને તેના ભાઈઓ સામે અપીલના કામે પણ એક તરફી મનાઈ હુકમ ફરમાવેલો હતો. તથા બાદ જમુના પાર્ક અને ગંગા પાર્કની જમીનને પ્રકૃતિ ઉપવનની જમીન સાથે કોઈ પણ પ્રકારનું સાટાખત કે નિસ્બત નથી જમુના પાર્ક તથા ગંગા પાર્કની જમીન સંબંધે જીતુલ જેન્તીલાલ કોટેચા અને તેના ભાઈઓ વિધ્ધ ઉપરોકત રેવન્યુ સર્વે નં. ૩૬ અને ૩૭ ની જમીન વેચાણ, ટ્રાન્સફર, લીઝ, ગીરો,બક્ષીસ કે હસ્તાંતરણ કરવા સામે અને મોટી સંખ્યામાં ખોટા દાવા દુવી ન થાય તે અટકાવવા માટે ઉપરોકત કોટેચા ફેમીલી સામે સ્ટેટસ કવો દાવાના આખરી નિકાલ સુધી જમીન સંબંધે યથાવત પરિસ્થિતિ જાળવી રાખવો વિજયભાઈ અમલાણી પાસે જે કબ્જો છે તે કબ્જો ઉપરોકત જમીન સંબંધે અન્ય કોઈ ને સોંપવાનો નથી તેવી યથાવત પરિસ્થિતિ રાખવી તેવો સ્પષ્ટ હુકમ ગોંડલ કોર્ટે ફરમાવેલા હુકમમ તકરાર વાળી જમુના પાર્ક અને ગંગા પાર્ક ના રેવન્યુ સર્વે નં. ૩૬ અને ૩૭ની જમીન કે જે નીચેની અદાલતના દાવાની વિષયવસ્તુ હતી તે અંગે મનાઈ હુકમ ફરમાવેલો છે. અદાલત સમક્ષની અપીલના કામમાં બંને પક્ષની રજૂઆત સાંભળી પ્રકૃતિ ઉપવનનાં જે રેવન્યુ સર્વે નં. ૩૪, ૩૫ અને ૩૮ છે તે સિવાઈની જીતુલ જેન્તીલાલ કોટેચા અને તેના ભાઈઓએ ખરીદ કરેલી રેવન્યુ સર્વે નં. ૩૬ જમુના પાર્ક અને રેવન્યુ સર્વે નં. ૩૭ ગંગા પાર્કની જમીન સંબંધે અપીલ પૂર્ણ ન થાય ત્યાં સુધી વચગાળાનો અપીલ ચાલતા પૂર્ણ થતા સુધીનો સ્ટેટસ કવોનો હુકમ ફરમાવેલો છે.
વિજય અમલાણી-જીતુ કોટેચા વચ્ચે બાનાખતની કાનુની લડત છે
લોધીકાના દેવગામના સર્વે નં. ૩૪,૩૫ અને ૩૮ની જમીન ઉપર પ્રકૃતિ ઉપવન ૧૨૦ પ્લોટ હોલ્ડરો દ્વારા એ.ઓ.પી.નાં ધોરણે ડેપલોપ કર્યું જેમાં ‘પ્રકૃતિ ઉપવન’ જમીનની બાજુના સર્વે નં. ૩૬ અને ૩૭ની ગંગા પાર્ક અને જમના પાર્કની જમીનનાં મામલે વિજય અમલાણી અને જીતુલ કોટેચા વચ્ચે બાનાખતનો અદાલતમાં કાનૂની લડત ચાલી રહી છે. જેમાં ગોંડલની અદાલતે દાવાના નિકાલ સુધી ગંગા પાર્ક અને જમના પાર્કની જમીનની યથાવત સ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો છે. આ હુકમથી ‘પ્રકૃતિ ઉપવન’ની જમીનને લાગુ નથી પડતો