– સુંદરતા જોઇને થઇ જશો મજબુર
– ૧૦ થી ૧૪ ઓક્ટોબર સુધી હિમાલય દર્શન યાત્રાનું આયોજન
દેહરાદુન : હિમાલયની ગોદમાં ઉતરાખંડમાં અનેક સુંદર સ્થળો દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે. બરફ આચ્છાદીન પર્વતની શ્રુંખલાઓ પ્રવાસીઓને રોમાંચીત કરી છે હિમાલયમાં અનેક એવી જગ્યાઓ છે જેના વિશે લોકો ઓછુ જાણે છે.પ્રાકૃતિક સૌદર્યથી ભરપુર હોય તેવુ સ્થળ છે. ભરાડસર તાલ. આ સ્થળે કૈલાશ માન સરોવર જેવી પ્રતીતી થાય છે.
ઉતરાખંડ અને હિમાચલની સીમાની વચ્ચે સ્થિત ભરાડસરતાલ નામનું એક વિશાળ તણાવ આવ્યુ છે. જે ૧૪૮૨૮ ફુટની ઉંચાઇએ નીલાંગ બોઘારની ગોદમાં એક નૈસર્ગીક પાવન સ્થળ છે. નેટવાડથી લગભગ ૧૭ કિલોમીટર પર ભીતરી ગામથી એક રસ્તો આ જીલ સુધી જાય છે. જ્યારે લેક્ચા-ફાસલા-લીકડી જવા માટે અન્ય રસ્તા છે. અદભુત પ્રાકૃતિક સૌદર્યમાં આવેલ સ્થળ પર થાક મહેસુસ નથી થતો ભડાલસરને સ્થાપીત પર્યટન સાથે જોડવાના હેતુસર અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પટલ પર સ્થાન આપવા આગામી ૧૦ થી ૧૪ ઓક્ટોબર ૨૦૧૭ સુધી હિમાલય દિગદર્શન યાત્રાનું આયોજન કરાયુ છે. આ સ્થળને ટુરીઝમ મેપ પર લાવવા આયોજન કર્તા કે.ડી.સિંહે જણાવ્યુ હતું કે આ અભિયાન યાત્રા દલ સાંકરી, જખૌલ, લેક્ચા, કાસલા, લીકડીથી ભરાડ સર પહોંચસે ત્યાંથી અન્ય માર્ગે થઇ ભીતરી ગામે થઇ મોરી ગામે પહોંચશે. દુનિયામાં લોકોને અદભુત સ્થાન જોવા મળશે અને સ્થાનિય લોકોને રોજગારનો અવસર મળશે.