તા. ૮.૭.૨૦૨૩ શનિવાર, સંવંત ૨૦૭૯ અષાઢ વદ છઠ, પૂર્વાભાદ્રપદા નક્ષત્ર, સૌભાગ્ય યોગ, ગર કરણ આજે બપોરે ૨.૫૯ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ) ત્યારબાદ મીન (દ,ચ,ઝ,થ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે,દિવસ માધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે,સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.
મિથુન (ક,છ,ઘ) : નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.
કર્ક (ડ,હ): ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.
સિંહ (મ,ટ) : લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.
કન્યા (પ,ઠ,ણ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.
તુલા (ર,ત) : લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.
વૃશ્ચિક (ન,ય) : વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.
ધન (ધ,ભ,ફ,ઢ): મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય,લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.
મકર (ખ,જ) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.
કુંભ (ગ,સ,શ ) : નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.
મીન (દ,ચ,ઝ,થ): તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–થ્રેડ્સના આવવાથી સોસીઅલ મીડિયામાં કોમ્પિટિશન વધી છે
અગાઉ લખ્યા મુજબ કમ્યુનિકેશનની રાશિ મિથુનમાં સૂર્ય બુધના બુધાદિત્ય યોગથી સોસીઅલ મીડિયાને નવું પ્લેટફોર્મ મળ્યું છે અને એલોન મસ્ક અને માર્ક ઝાકરબર્ગની આ ટેક્નોલોજીની લડાઈમાં યુસર્સને ઘી કેળા છે. થ્રેડ્સના આવવાથી સોસીઅલ મીડિયામાં કોમ્પિટિશન વધી છે વળી હાલ બુધની સ્થિતિ સારી હોવાથી યુઝર્સે આ એપને વધાવી લીધી છે અને આગળ ઉપર પણ આપણને સતત આ ક્ષેત્રે કઈને કઈ નવું મળતું રહેશે સૂર્ય બુધ સાથે હોવાથી કમ્યુનિકેશન અને વાતચીત માટે તથા પોતાના અભિપ્રાય રજૂ કરવા માટે વધુ ને વધુ મોકળાશ મળતી જોવા મળશે જો કે ધીમે ધીમે બુધ હવે કર્ક તરફ જાય છે જે તેજી પછી થોડી માઠી અસર શેરબજાર પર જોવા મળશે. શુક્ર પણ સિંહમાં પ્રવેશ ચુક્યા છે શુક્રએ આકર્ષણનો ગ્રહ છે. લાગણી મેળવવા પ્રેમ મેળવવા અને લોકોનો આદર મેળવવા માટે શુક્ર બળવાન હોવો જરૂરી છે ઘણા મિત્રો કઈ રીતે સામાજિક રીતે આગળ આવી સારા મિત્રો બનાવવા એમ પૂછતાં હોય છે તો આ માટે શુક્રના ઉપાય કરવા જોઈએ અને રીયાલ પાણીદાર ઓપલ ધારણ કરવાથી આ બાબતમાં ઘણો લાભ થતો જોવા મળે છે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨