એસીપીસી દ્વારા ઈજનેરીમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થી માટે પ્રથમ રાઉન્ડ જાહેર
તાજેતરમાં એસીપીસી દ્વારા સમગ્ર ગુજરાતમાં ઈજનેરી કોલેજમાં પ્રવેશ મેળવવા પ્રથમ રાઉન્ડનું પરીણામ આજરોજ જાહેર થયું છે. આઈએસટી દ્વારા દેશની બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજનો રાષ્ટ્રીય એવોર્ડ વીવીપીએ સાર્થક કરી બતાવ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં વીવીપી કોલેજમાં પ્રવેશ મેળવવા જાણે પડાપડી થઈ હોય તેવું લાગે છે. કારણ એ જ કે, ગુજરાતમાં સંસ્કારલક્ષી અને સંસ્કૃતિ, શ્રેષ્ઠ ઉચ્ચ અભ્યાસનો વારસો વીવીપીએ સતત બાવીસ વર્ષથી ઉત્કૃષ્ટ જાળવી રાખ્યો છે. નવી દિશામાં નવું પ્રયાણ સંશોધન સજજ આપણી વીવીપી પ્રવેશ હોય, પ્લેસમેન્ટ હોય કે પરીણામ હોય હંમેશા નંબર વન જ રહી છે.
આજરોજ જાહેર થયેલ પરીણામમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં ૬૦ સીટ મેરીટ નંબર ૧૧૫૦થી શ‚ થઈ ૬૧૩૩ પૂર્ણ થઈ છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં ૬૦ સીટ મેરીટ નંબર ૨૬૧૭ થી શ‚ થઈ ૮૭૩૮ પૂર્ણ થઈ છે. ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશનમાં ૬૦ સીટ મેરીટ નંબર ૪૯૧૯થી શ‚ થઈ ૨૭૮૬૪ પૂર્ણ થઈ છે. મિકેનીકલ એન્જીનીયરીંગમાં ૧૨૦ સીટ મેરીટ નંબર ૪૯૭૮ થી શ‚ થઈ ૨૬૨૦૧ પૂર્ણ થઈ છે. ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગમાં ૬૦ સીટ મેરીટ નંબર ૬૦૨૦થી શ‚ થઈ ૨૨૬૪૫ પૂર્ણ થઈ છે. કેમિકલ એન્જીનીયરીંગમાં ૬૦ સીટ મેરીટ નંબર ૫૪૭૧ થી શ‚ થઈ ૧૨૮૩૪ પૂર્ણ થઈ છે.
સિવિલ એન્જીનીયરીંગમાં ૬૦ સીટ મેરીટ નંબર ૮૪૭થી શ‚ થઈ ૨૩૫૧૫ પૂર્ણ થઈ છે. આમ ઉપરોકત મેરીટ નંબર જોતા વિદ્યાર્થીઓમાં વીવીપીમાં એડમીશન લેવા માટે પડાપડી થઈ છે અને આજરોજ પ્રથમ રાઉન્ડ જાહેર થતા જ વીવીપીમાં જ પ્રવેશ લેવો છે તો શું કરવું તેવા ફોન આવી રહ્યા છે અને વાલીઓ કોલેજનો ‚બ‚ સંપર્ક કરી રહ્યા છે. આ એડમીશન પ્રક્રિયામાં ડો.પરેશભાઈ ધોળકીયા, નિલદીપભાઈ ભટ્ટી, રિતેશભાઈ મોદી, નંદનભાઈ દવે, ચિરાગભાઈ માલવી, કિરીટભાઈ શેઠ, વિપુલભાઈ દવે, જીજ્ઞેશભાઈ કોઠારી, મુકુંદભાઈ ટાંક, કેતનભાઈ પરમાર, કિરીટભાઈ ગોહેલ, મનોજભાઈ ચૌહાણ, વૈભવભાઈ કોગ્જે, નિમીષાબેન પટેલ, સ્નેહલબેન પરસાણા, વિનોદભાઈ ગુણા, પુજાબેન ચાવડા, હિમાંશુભાઈ પીઠડીયાએ જહેમત ઉઠાવી રહ્યા છે.
ઉપરોકત ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ તથા વાલીઓને વીવીપી પરીવારના સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીયાર, સંસ્થાના પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકરે વિદ્યાર્થીઓ તથા વાલીઓનો વીવીપી પરીવાર પર મુકેલ વિશ્ર્વાસ પર આભાર માન્યો છે.