સરકાર મહિલા ખેડુતોને મદદ કરવા માટે ખાસ વિભાગ  શરૂ કરવા મહિલા ખેડુતોની માંગ

પર્યાવરણીય વિકાસ કેન્દ્રના તુષાર પંચોલી અને અનિલ બારોટની યાદી મુજબ મેઘાલય ખાતે મહિલા ખેડુતોની નેશનલ લેવલની કોન્ફરન્સ તાજેતરમાં યોજાઈ ગઈ. આ કોન્ફરન્સમાં ૧૨ રાજયોના મહિલા ખેડુતો નોર્થ-ઈસ્ટ (આસામ, મેઘાલય, નાગાલેન્ડ) નેટવર્કના નેજા હેઠળ જોડાયા હતા. જેમાં રાજકોટમાંથી બે બહેનો નીતાબેન બારોટ, ખતીજાબેન લઢાણી, તુષાર પંચોલી, અનિલ બારોટ જોડાયા હતા. આ કોન્ફરન્સમાં પરંપરાગત ધાન્યોને બચાવવા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં પરંપરાગત પાકોને જી.એમ.માં કન્વર્ટ નહી કરવા તથા પરંપરાગત ઉગાડવામાં આવતા આવા અનાજને માટે પણ ટેકાના ભાવો જાહેર કરવાની માંગણી ઉઠવા પામી હતી.

આ કોન્ફરન્સમાં ગુજરાત, તામિલનાડુ, આંધપ્રદેશ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, ઓરીસ્સા અને કર્ણાટકના મહિલા ખેડુતો જોડાયા હતા. આ કોન્ફરન્સમાં દરેક રાજયોના લોકોએ પોતાના પરંપરાગત ઉગાડવામાં આવતા ધાન્યોની વાનગીઓ બનાવી તમામ મહિલા ખેડુતોને પીરસી હતી. સૌરાષ્ટ્રમાંથી મગની દાળના પુડલા-નીતાબેન બારોટ અને ખતીજાબેન લઢાણીએ બનાવીને ઉપસ્થિતોને પીરસ્યા હતા.

જેને સહુએ વખાણ્યા હતા. આ કોન્ફરન્સમાં અનુભવની આપ-લે કરવામાં આવી હતી. પરંપરાગત ખેતીમાં પડતી મુશ્કેલી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને આ અંગે એક આવેદનપત્ર તૈયાર કરી રાજય સરકારને તથા કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે તેવું નકકી કરાયું હતું.

આ મહિલા ખેડુતોની મીટીંગમાં સરકારને પરંપરાગત ધાન્યોને સાંસ્કૃતિક વારસાના ભાગ‚પે જોવા અનુરોધ કરાયો હતો. તેમજ આ પરંપરાગત પાકોને વ્યાપક મહત્વ આપવામાં આવે તો પશુઓને ઘાસચારો વ્યાપક પ્રમાણમાં મળી રહેશે તથા નાના ખેડુતોને આર્થિક રીતે મદદ‚પ બનશે તથા આ ધાન્ય પાકોને વાવવા માટે મોંઘાદાટ રાસાયણિક ખાતરો તથા મોંઘી જંતુનાશક દવાની જરૂર નહીં પડે તથા તેમાં પોષક તત્વોની માત્રા અન્ય પાકો ચોખા અને ઘઉં કરતા વધુ હોય કુપોષણની સમસ્યા હલ કરવા અગ્ર ભાગ ભજવી શકે છે.

સરકાર દ્વારા આ પરંપરાગત ધાન્યને આઈસીડીએસમાં સામેલ કરવા તથા તેનું સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ કરવામાં આવે તે જ‚રી છે. અત્યંત ઓછા ખર્ચે આ ધાન્ય પાક તૈયાર થતા હોય, પર્યાવરણની સુરક્ષા તથા આરોગ્યની જાળવણી થઈ શકે છે. જેથી કરીને સદીઓથી વાવવામાં આવતા પરંપરાગત પાકોને ટોપ પ્રાયોરીટી આપવાની માંગણી મહિલા ખેડુતો દ્વારા કરવામાં આવી છે. તેમજ મહિલા ખેડુતોને સરકાર દ્વારા મદદ કરવા માટે ખાસ વિભાગ શ‚ કરવા તેમજ આ માટે પ્રોસેસીંગ યુનિટની સ્થાપના કરવા માટે સરકાર દ્વારા જરૂરી તમામ મદદ કરવામાં આવે.

વધુ વિગત આપતા જણાવેલ કે, આ પાકોની ખેતીને મનરેગામાં સામેલ કરવા ખુબ જ જ‚રી છે. સરકાર દ્વારા આ પરંપરાગત ધાન્ય પાકોને બચાવવા ખાસ સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવે. પરંપરાગત પાકો નાગલીમાં પ્રોટીન ૭.૩ ગ્રામ, રેશાઓ ૩.૬ ગ્રામ, ખનીજ ૨.૭ ગ્રામ, લોહતત્વ ૩.૯ ગ્રામ અને કેલ્શીયમ મીલી ગ્રામ ૩૪૪ હોય છે. જયારે કાંગમાં પ્રોટીન ૧૨.૩ ગ્રામ, રેશાઓ ૮.૦ ગ્રામ, ખનીજ ૩.૩ ગ્રામ, લોહતત્વ ૨.૮ ગ્રામ, કેલશ્યમ ૩૧ મીલી ગ્રામ હોય છે. જયારે કોદરામાં પ્રોટીન ૮.૩ ગ્રામ, રેશાઓ ૯.૦ ગ્રામ, ખનીજ ૨.૬ ગ્રામ, લોહતત્વ ૦.૫ ગ્રામ અને કેલશ્યમ ૨૭ મીલીગ્રામ હોય છે. આ ઉપરાંત ચીનો, કુરી, સામો વિગેરે પરંપરાગત ધાન્ય પાકોમાં પોષક તત્વોનું પ્રમાણ ખુબ જ વધારે હોય છે. જેથી કરીને આ પાકોને વ્યાપક પ્રમાણમાં મહત્વ મળે તે જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.