એ-વન કેટેગરીના સ્ટેશનો ઉપર ૧૦૦ મીટર લાંબો રાષ્ટ્રઘ્વજ શાનથી લહેરાશે 

ઝંડા ઉંચા રહે હમારા

પરિવહનના સૌથી વિશાળ માધ્યમ ભારતીય રેલવેએ દેશના ૭૫ વ્યસ્ત સ્ટેશનો ઉપર ૧૦૦ ફુટ લાંબો રાષ્ટ્રઘ્વજ લહેરાવવાનો નિર્ણય લીધો છે. જેમાં મુંબઈના ૭ રેલવે સ્ટેશનોને આવરી લેવામાં આવશે. ૨૨મી ઓકટોબરના રોજ રેલવે બોર્ડ દ્વારા આદેશ અપાયા બાદ તમામ ઝોનલ રેલવેને જાણ કરવામાં આવી હતી.

ડિસેમ્બરના અંત સુધીમાં રાષ્ટ્રઘ્વજ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવાના આદેશો અપાયા છે. રેલવે બોર્ડના એકઝીકયુટીવ ડાયરેકટર વિવેક સકસેનાએ કહ્યું હતું કે, દેશના ટોચના એ-વન રેલવે સ્ટેશનો ઉપર ૧૦૦ ફુટ લાંબો ઘ્વજ લહેરાવવામાં આવશે. સંપૂર્ણ પ્રક્રિયાનો ખર્ચ ‘સોફટ અપગ્રેડ ઈમ્પ્રુવમેન્ટ સ્ટેશન’ના ભંડોળમાંથી આવરી લેવાશે.india flag ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રઘ્વજને યોગ્ય સ્થાન, સુરક્ષા અને લાઈટીંગ મળે માટે રેલવે પ્રોટેકશન ફોર્સ કાર્યરત રહેશે. રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ રાષ્ટ્રઘ્વજને કયા સ્થાને રાખવામાં આવશે તેના વિશે હજુ ચર્ચા કરી રહ્યા છે.

વેસ્ટર્ન રેલવેના રવિનદર ભાસ્કરે કહ્યું હતું કે, રેલવે બોર્ડના આદેશોનું પાલન કરવામાં અમે કોઈ ખામી છોડીશું નહીં અને સમયમર્યાદા સુધીમાં કાર્ય સમાપ્ત થાય માટે અમારી ટીમ કાર્યરત છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ ઉપરાંત અન્ય પણ કેટલાક ફેરફારો છે જે રેલવે માટે ખુબ જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.