આપણો તિરંગો રાષ્ટ્રધ્વજ તો ભારતની આન, બાન અને શાન છે. જેમાં હજારો વીર નરનારીઓ, શહીદો, મહાપુરુષો અને સંત શક્તિની ગાથાઓ જોડાયેલ છે.
આ રાષ્ટ્રધ્વજને એક એક તાંતણે કુરબાનીની કથાઓ લખાયેલ છે.ભારતની આઝાદીના અમૃત વર્ષ પ્રસંગે ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હર ઘર તિરંગા નું સ્લોગન આપી ઘેર ઘેર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ઘોષણા કરી છે.
યોગાનુયોગે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાસ્ત્રી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ આઝાદ ભારતના પ્રારંભે રાજકોટમાં અર્વાચીન યુગમાં પ્રાચીન સફળ ગુરુકુલ પરંપરાની સ્થાપના કરી શિક્ષણક્ષેત્રે ક્રાંતિકારી પહેલ કરી તેને પણ 75 વર્ષ પુરા થાય છે.
ત્યારે વિશાળ ગુરુકુલ પરિવાર પણ અમૃત પર્વ ઉજવી રહ્યું છે. ત્યારે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી એસજીવીપી ગુરુકુલ પરિસરમાં 75 ફુટ ઊંચા સ્થંભ ઉપર 20||15 ચો.ફૂટના રાષ્ટ્રધ્વજનું ધ્વજારોહણ કરવામાં આવ્યું છે.